સીનીયર કોગ્રેસ નેતા ડૉ. કરણ સિંહે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રામ ભગવાનની પ્રતિમા સાથે માતા સીતાની પ્રતિમા બનાવવાનું પણ પ્લાન કરે તેવી માંગણી કરી છે.
Senior Congress leader Dr. Karan Singh writes to Chief Minister Yogi Adityanath, proposing a statue of Goddess Sita in addition to the planned Lord Ram statue in Ayodhya. pic.twitter.com/pq9TpcfaQo
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 13, 2018
તેમણે લખ્યું છે કે ગયા અઠવાડિયે મને સીમરીયામાં મોરારી બાપુની કથા સાંભળવાનો અવસર મળ્યો હતો. અહી એક સાહિત્ય સંમેલન થઇ રહ્યું હતું જેનું ઉદ્ઘાટન મેં કર્યું હતું.

રાજા જનકની ભૂમિ મિથિલાને સીતા માતાની ભૂમિ માનવામાં આવે છે. અહી સીતા માતાનું પ્રગટ્ય થયું હતું. સીતા માતાએ રામ ભગવાન સાથે અહી લગ્ન કર્યા હતા.
વિવાહ બાદ તેઓ અયોધ્યા વહુ બનીને આવ્યા પણ તેમને થોડા જ દિવસોમાં ભગવાન શ્રીરામ સાથે ૧૪ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો. ૧૪માં વર્ષે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું શ્રીલંકામાં કેદી બનાવવામાં આવ્યા હતા. કેટ-કેટલી અગ્નિ પરીક્ષા આપીને તેઓ અયોધ્યા મહારાણી બનીને પરત આવ્યા.
આ તમામ સ્થિતિ જોઇને મને વિચાર આવ્યો કે માતા સીતાને પણ સમ્માન મળવું જોઈએ. અયોધ્યામાં તમે જે શ્રી રામ ભગવાનની પ્રતિમા બનાવવાના છો તે પ્રતિમાની અડધી ઉંચાઈ કરીને શ્રીરામ અને માતા સીતાની મૂર્તિ બનાવવી જોઈએ તેવું મારું કહેવું છે. મને વિશ્વાસ છે કે તમે મારી આ વિનંતીનો સ્વીકાર કરશો.
