india news/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું હેલિકોપ્ટર કેરળના પ્રમાદમમાં કોંક્રિટના ખાડામાં ફસાયુ

હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન હેલિપેડનો એક ભાગ ધરાશાયી થતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો માંડ માંડ બચાવ થયો.

NATIONAL India Trending
Draupadi Murmu rescued during landing

NEW DELHI: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું હેલિકોપ્ટર સબરીમાલા મંદિરની મુલાકાત દરમિયાન કેરળના પ્રમાદમમાં કોંક્રિટના ખાડામાં ફસાઈ ગયું. પોલીસ અને અગ્નિશામકોએ હેલિકોપ્ટરને બહાર કાઢ્યું. આ ઘટના આજે સવારે કેરળના પ્રમાદમ સ્થિત રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં બની હતી. જોકે, રાષ્ટ્રપતિ સુરક્ષિત રહ્યા અને કોઈ મોટી ઈજા થઈ નહીં. ત્યારબાદ તેઓ રોડ માર્ગે પામ્બા જવા રવાના થયા હતા.

હેલિકોપ્ટરના પૈડા કેવી રીતે ફસાઈ ગયા?
ઘટનાની વિગતો આપતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “પહેલાં રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર પંબા નજીક નિલક્કલમાં ઉતરવાનું હતું. જોકે, ખરાબ હવામાનને કારણે, સ્ટેડિયમમાં લેડીંગ કરવામાં આવ્યું હતું.”

કોંક્રિટ સંપૂર્ણપણે સેટ થઈ ન હતી
મંગળવારે મોડી રાત્રે સ્ટેડિયમમાં હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ સવાર સુધીમાં કોંક્રિટ સંપૂર્ણપણે સેટ થઈ ન હતી. પરિણામે, જ્યારે હેલિકોપ્ટર લેન્ડ થયું, ત્યારે કોંક્રિટમાં એક ખાડો પડ્યો, જેના કારણે હેલિકોપ્ટર તેની સાથે અથડાયું.

તમને જણાવી દઇએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દક્ષિણ રાજ્યોના ચાર દિવસના પ્રવાસે છે. તેઓ મંગળવારે સાંજે કેરળની રાજધાની તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. આજે સવારે તેઓ પઠાણમથિટ્ટામાં આવેલા પહાડી મંદિર માટે રવાના થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: New Delhi/સ્વદેશી અપનાવો, ખોરાકમાં તેલનો ઉપયોગ 10% ઘટાડો; પ્રધાનમંત્રી મોદી

આ પણ વાંચો: india news/સેના અને પોલીસ અલગ છે, પરંતુ તેમનું મિશન એક જ છે દેશની સુરક્ષા: રાજનાથ સિંહ

આ પણ વાંચો: Madhyapradesh News/દલિત યુવકને બંધક બનાવી પેશાબ પીવા માટે મજબૂર કર્યો: ભિંડમાં વાહન ચલાવવાની ના પાડવા બદલ માર માર્યો