Lifestyle: શું તમને તીખી અને મસાલેદાર વાનગીઓ પસંદ છે? તો આ ઓછા તેલમાં બનતી દહીં વાળા બટાટાની આ રેસિપી તમને જરુરથી પસંદ પડશે, એકવાર બનાવશો તો પછી વારંવાર બનાવવાનું પસંદ કરશો!
તમે દમ-આલુ, આલુ-મટર વગેરે જેવી વાનગીઓ ચોક્કસ ટ્રાય કરી હશે પરંતુ, શું તમે ક્યારેય દહીં વાળા બટાટા ખાધા છે ખરાં? જો તમે એ કદી ચાખ્યાં નથી તો અમે તમારા માટે દહીં વાળા મસાલા બટાટાની રેસિપી (Curd Masala Potato Recipe) લઇને આવ્યા છીએ જે તમને જરુરથી પસંદ પડશે, એકવાર બનાવશો તો પછી વારંવાર બનાવવાનું પસંદ કરશો!
આ રેસિપી બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની જરુર પડશે.
સામગ્રી
4 મધ્યમ આકારના બટાટા
1 કપ દહીં
2 બારીક સમારેલા લીલા મરચાં
1 નાની ચમચી છીણેલું આદુ
1/2 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું
1 ચમચી ધાણાજીરું
1 નાની ચમચી તેલ
સ્વાદાનુસાર મીઠું
બારીક સમારેલી કોથમીર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ બટાટાને બાફીને ઠંડા કરીને સમારી લો.
2. હવે એક પૅનમાં એક નાની ચમચી તેલ લઇને ગરમ કરો. હવે એમાં સમારેલા લીલા મરચાં (Green Chilly) અને છીણેલા આદુ (Ginger)ને સહેજ વાર શેકી લો.
3. બાફીને સમારેલા બટાટા ઉમેરીને એમને હળવા હાથે હલાવતા રહીને થોડી વાર શેકી લો.
4. હવે એક બાઉલમાં દહીં લઇને એમાં હળદર, મરચું, ધાણાજીરું અને મીઠું ઉમેરી મિશ્રણ તૈયાર કરી લો.
5. આ મિશ્રણને પૅનમાં નાખીને બટાટાની સાથે મિક્સ કરી લો.
6. તમારે ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 5 મિનિટ માટે થવા દો.
7. અંતે આ શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે સમારેલી કોથમીર અને ગરમ મસાલો ભભરાવો. તમારા ચટપટા આલુ ખાવા માટે તૈયાર છે!

આ રીતે તૈયાર ચટપટા મસાલા બટાટા (Spicy Potato) ને તમે રોટલી, પરોઠા, બ્રેડ વગેરે સાથે ખાઇ શકો છો. નાના-મોટા સૌને આ ચટપટા આલુ ખૂબ જ પસંદ આવશે અને વારંવાર એની ફરમાઇશ કરશે! ઓછા તેલમાં બનતી આ વાનગી તમારા સ્વાસ્થ્ય (Health) માટે પણ ઉત્તમ છે. હવે જ્યારે પણ તમને દહીં વાળા બટાટા ખાવાનું મન થાય ત્યારે આ રેસિપીને ઝટપટ બનાવીને એની મજા માણી શકો છો.
આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…
આ પણ વાંચો:ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…
આ પણ વાંચો:આ ગણેશ ચતુર્થીના પાવન તહેવારે પરંપરાગત મોદકને આપો ચૉકલેટી ટિવસ્ટ!
