Entertainment News/ અનુરાગ કશ્યપ સામે સુરત કોર્ટનું વોરંટ, બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ટ્વીટ કેસમાં ગેરહાજર, 24 ડિસેમ્બરે સુનાવણી

સુરત કોર્ટે અનુરાગ કશ્યપ સામે ઇશ્યુ કર્યું warrant, બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ટ્વીટ કેસમાં ગેરહાજર

Breaking News Top Stories Entertainment
Warrant

Entertainment News: બોલિવૂડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સામે સુરતની ટ્રાયલ કોર્ટે વોરંટ (warrant) ઇશ્યુ કર્યું છે. સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલામાં કોર્ટે સમન્સ પાઠવ્યા બાદ અને વર્તમાનપત્રમાં જાહેર નોટિસ દ્વારા બજવણી કરી હોવા છતાં તેઓ કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હતા. કોર્ટના આદેશની સતત અવગણના બદલ ટ્રાયલ કોર્ટે આ કડક હુકમ કર્યો છે, જેના કારણે અનુરાગ કશ્યપની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

અનુરાગ કશ્યપ સામે સુરતની ટ્રાયલ કોર્ટે વોરંટ (warrant) ઇશ્યુ કર્યું

કેસની વિગત મુજબ, ગત વર્ષે અનુરાગ કશ્યપે (Anurag Kashyap)સોશિયલ મીડિયા (Social Media)એકાઉન્ટ પર સમાજ વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું અને તે અંગે જાહેરમાં માફી પણ માંગી ન હતી. આથી તેમની સામે સુરત કોર્ટમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોર્ટે ગુનો નોંધી સમન્સ જારી કર્યા છતાં તેઓ હાજર ન થતાં કોર્ટના આદેશ મુજબ 5 સપ્ટેમ્બરના રોજ મુંબઈના ન્યૂઝપેપરમાં સમન્સની બજવણી કરવામાં આવી હતી. તેમ છતાં આજરોજ તેઓ કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે તેમની વિરુદ્ધ વોરંટ ઇશ્યુ કરી આગામી સુનાવણી 24 ડિસેમ્બરના રોજ નિયત કરી છે.

‘કોર્ટની અવગણના બદલ વોરંટ નીકળ્યું’: એડવોકેટ કમલેશ રાવલ

આ સમગ્ર કાનૂની કાર્યવાહી અંગે ફરિયાદી અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી કમલેશ રાવલે જણાવ્યું હતું કે, તેઓ સુરત ખાતે છેલ્લા 34 વર્ષથી વકીલાત કરે છે. ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ દ્વારા બ્રાહ્મણ સમાજ(Brahmin Community) વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી અને તેમણે માફી પણ માંગી ન હતી. આથી તેમણે સુરત ખાતે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ટ્રાયલ કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યો હતો. આગામી 24 ડિસેમ્બરના રોજ સુનાવણી રાખવામાં આવી છે.

શું હતી એ વિવાદાસ્પદ ટ્વિટ?

કેસની વિગતો મુજબ, 19 માર્ચ 2025ના રોજ અનુરાગ કશ્યપે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બ્રાહ્મણ સમાજને નિશાન બનાવતી વાંધાજનક ટ્વીટ કરી હતી, જેનાથી સોશિયલ મીડિયા પર લોકોમાં રોષ ફેલાયો હતો. આ ટ્વીટના જવાબમાં આદિત્ય દત્તા નામના નાગરિકે તેમને પોસ્ટ તાત્કાલિક ડિલીટ કરવા અને મર્યાદા જાળવવા જણાવ્યું હતું. ફરિયાદ મુજબ, અનુરાગ કશ્યપે નમ્રતા દાખવવાને બદલે ટ્વિટર પર જ જાહેરમાં ગાળ લખીને વળતો જવાબ આપ્યો હતો, જેનાથી વિવાદ વધુ વકર્યો હતો.


આ પણ વાંચો:53 વર્ષની ઉંમરે બોલિવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપને ફરી થયો પ્રેમ! પોતાનાથી 20 વર્ષ નાની એક્ટ્રેસ સાથેના સંબંધો પર પ્રથમ વખત તોડી ચુપ્પી
આ પણ વાંચો:બ્રાહ્મણો પર જાતિવાદી ટિપ્પણી કરવા બદલ અનુરાગ કશ્યપ મુશ્કેલીમાં, હવે તેણે માફી માંગી, કહ્યું- ગુસ્સામાં મેં હદ વટાવી દીધી…‘બ્રાહ્મણો અને મહિલાઓને બક્ષી દો’, વિવાદાસ્પદ નિવેદન બદલ અનુરાગ કશ્યપ સામે FIR દાખલ
આ પણ વાંચો: