Ahmedabad News: અમદાવાદ ઝોન-7 LCBએ સેટેલાઇટ વિસ્તારમાંથી આંતરરાજ્ય મોબાઇલ (mobile) સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં સદ્દામહુસેન શેખ અને તનવીર શેખ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 52 ચોરીના મોબાઇલ અને એક એક્ટિવા કબજે કરાયા છે.
મુદ્દામાલ અને ધરપકડ
પોલીસે આરોપીઓ પાસેથી કુલ 5.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં 52 મોબાઇલ અને એક્ટિવા (Activa)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓ છેલ્લા 6થી 7 મહિનાથી સ્નેચિંગની ઘટનાઓમાં સંડોવાયેલા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે ફરી ચોરી શરૂ કરી હતી.
અમદાવાદ અને કોટામાં ગુનાઓ
પૂછપરછમાં આરોપીઓએ અમદાવાદના 11 વિસ્તારોમાં મોબાઇલ સ્નેચિંગ (MobileSnatching) ની કબૂલાત કરી છે. આ ઉપરાંત તેમણે રાજસ્થાન (Rajasthan)ના કોટામાં પણ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 12 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
મોડાસા સુધી પહોંચતા ચોરીના મોબાઇલ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચોરીના મોબાઇલ મોડાસા (Modasa)સુધી પહોંચાડવામાં આવતા હતા. ત્યાં મોબાઇલને ડિસમેન્ટલ કરીને તેના ભાગો છૂટા કરવામાં આવતા હતા. આ ગેંગના ઇમરાન ઘાંચી અને ફૈઝાન સહિતના સભ્યો હજુ વોન્ટેડ છે, જેમને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી છે
આ પણ વાંચો:સુરતમાં સાડીની દુકાનમાં ચોરી કરતી 4 મહિલાઓ ઝડપાઈ, રાજકોટથી પોલીસે કરી ધરપકડ!
આ પણ વાંચો: નારોલમાં મકાનનું તાળું તોડી થયેલી ચોરીના કેસમાં ત્રણની ધરપકડ, રૂ. 14.35 લાખનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: ઘરફોડ અને વાહન ચોરીના 3 આરોપી અમદાવાદ ગ્રામ્ય LCBના સકંજામાં
