bangladesh news/ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા, વિધવા મહિલા પર ગેંગરેપ, દુકાનદારની હત્યા, છેલ્લા 18 દિવસમાં 6 હત્યાઓ

બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર હુમલાઓમાં વધારો. ઝેનાઈદહમાં વિધવા પર ગેંગરેપ અને નરસિંદીમાં દુકાનદારની હત્યા (Murder), 18 દિવસમાં 6 મોત.

Top Stories World Breaking News
Murder

Bangladesh News:બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર હુમલાઓની ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરમાં ઝેનાઈદહ જિલ્લામાં એક 40-44 વર્ષીય હિંદુ વિધવા મહિલા પર ગેંગરેપ (Gangrape) ની ઘટના સામે આવી છે,જ્યારે નરસિંદી જિલ્લામાં એક હિંદુ દુકાનદારની તીક્ષ્ણ હથિયારોથી હત્યા (Murder) કરવામાં આવી છે.સ્થાનિક મીડિયા અને અહેવાલો અનુસાર, છેલ્લા 18 દિવસમાં હિંદુ સમુદાયના 6 વ્યક્તિઓની હત્યા થઈ છે, જે લઘુમતીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

ઝેનાઈદહ જિલ્લાના કાલીગંજ વિસ્તારમાં 4 જાન્યુઆરીએ એક 40-44 વર્ષીય હિંદુ વિધવા મહિલા પર બે વ્યક્તિઓએ કથિત રીતે ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ તેને ઝાડ સાથે બાંધીને માર માર્યો, વાળ કાપી નાખ્યા અને આખી ઘટનાનો મોબાઈલથી વીડિયો પણ બનાવ્યો હતો.

પીડિતાના સંબંધીઓને પણ માર મારવામાં આવ્યો હતો.

પીડિત મહિલા તેના 10 વર્ષીય પુત્ર સાથે ગામમાં રહે છે. લગભગ બે-અઢી વર્ષ પહેલાં તેણે આરોપી શાહીનના ભાઈ પાસેથી ઘર અને જમીન ખરીદી હતી.ત્યારથી શાહીન તેને સતત પરેશાન કરતો હતો અને પૈસા માંગતો હતો. ઘટનાના દિવસે શનિવારે સાંજે મહિલાના બે પુરુષ સંબંધીઓ તેને મળવા આવ્યા હતા. તે જ સમયે આરોપી શાહીન અને હસન બળજબરીથી ઘરમાં ઘૂસી આવ્યા, સંબંધીઓને રૂમમાં બંધ કરી દીધા અને મહિલા સાથે અપરાધ આચર્યો.આ પછી આરોપીઓએ મહિલા અને તેના સંબંધીઓને ઘરની બહાર ખેંચીને ઝાડ સાથે બાંધી દીધા અને તેમના પર અશ્લીલ પ્રવૃત્તિઓનો ખોટો આરોપ લગાવ્યો.

બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા (Murder)ના વધતાં બનાવો

સ્થાનિક લોકોએ મહિલાને ગંભીર હાલતમાં જોઈને હોસ્પિટલમાં(Hospital)દાખલ કરી.પીડિતાએ 5 જાન્યુઆરીએ કાલીગંજ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે એક આરોપી હસન (ઉં.વ. 45)ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. કાલીગંજ પોલીસ સ્ટેશનના ઓફિસર-ઇન-ચાર્જ જેલાલ હુસૈને જણાવ્યું કે હોસ્પિટલમાં સારવારને કારણે કેસ નોંધવામાં વિલંબ થયો હતો. તેમણે કહ્યું કે દોષિતોને સજા અપાવવા માટે પૂરા પ્રયાસ કરવામાં આવશે.

નરસિંદી જિલ્લાના પલાશ ઉપજિલ્લાના ચારસિંધુર બજારમાં 5 જાન્યુઆરીએ રાત્રે 40 વર્ષીય હિંદુ દુકાનદાર શરત ચક્રવર્તી મણિ (સારત મણિ ચક્રવર્તી)ની તીક્ષ્ણ હથિયારોથી હત્યા (Murder) કરવામાં આવી. અજાણ્યા હુમલાખોરોએ તેમના પર અચાનક હુમલો કર્યો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. ગંભીર રીતે ઘાયલ મણિને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું.

મણિ કરિયાણાની દુકાન ચલાવતા હતા અને તેમની પત્ની અંતરા મુખર્જી ગૃહિણી છે. તેમનો 12 વર્ષીય પુત્ર અભિક ચક્રવર્તી છે. મણિ અગાઉ દક્ષિણ કોરિયામાં કામ કરતા હતા અને કેટલાક વર્ષ પહેલાં પરત ફર્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, 19 ડિસેમ્બરે મણિએ ફેસબુક પર પોસ્ટ કરીને દેશમાં વધતી હિંસા પર ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાના વિસ્તારને ‘મોતની ઘાટી’ ગણાવ્યો હતો.પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ હત્યા (Murder) છેલ્લા 18 દિવસમાં હિંદુ સમુદાયના છઠ્ઠા વ્યક્તિની હત્યા (Murder) છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ભીષણ અથડામણ, PM શેખ હસીના ‘આ વિદ્યાર્થીઓ નથી..આતંકવાદીઓ છે’

આ પણ વાંચો:બાંગ્લાદેશની BNP પાર્ટીનું પૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા ઝિયાના નેતૃત્વમાં ભારત વિરોધી અભિયાન

આ પણ વાંચો:બાંગ્લાદેશમાં પૂર્વ PM ખાલિદા જીયાને તાત્કાલિક જેલ મુક્ત કરવાનો આદેશ