Gandhinagar News/ ટાઈફોઈડ કેસ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સિવિલ હોસ્પિટલ મુલાકાત

બેઠકમાં ટાઈફોઈડ (Typhoid) ના ફેલાવાને રોકવા માટે લેવાયેલા પગલાં અને સારવારની સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી

Gujarat Gandhinagar

Gandhinagar News : ગાંધીનગરમાં ટાઈફોઈડ (Typhoid) કેસોને પગલે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓને મળી દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા. દર્દીઓને શ્રેષ્ઠ સારવાર માટે 22 નિષ્ણાત તબીબોની ટીમ બનાવવામાં આવી છે અને નાયબ કલેકટર કક્ષાના અધિકારીને વિશેષ જવાબદારી સોંપાઈ છે.

Typhoid ના ફેલાવાને રોકવા માટે લેવાયેલા પગલાં અંગે ચર્ચા કરી

Typhoid ના ફેલાવાને રોકવા માટે લેવાયેલા પગલાં અંગે ચર્ચા કરી

નાયબ મુખ્યમંત્રીએ પોતાના કાર્યાલય ખાતે ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર  મીરાબેન પટેલ, જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં ટાઈફોઈડ (Typhoid) ના ફેલાવાને રોકવા માટે લેવાયેલા પગલાં અને સારવારની સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે દર્દીઓને બેસ્ટ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપી હતી.

Typhoid ની સારવાર લઈ રહેલા દર્દીઓની રૂબરૂ મુલાકાત લીધી

Typhoid ની સારવાર લઈ રહેલા દર્દીઓની રૂબરૂ મુલાકાત લીધી

બેઠક બાદ હર્ષ સંઘવી સીધા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ટાઈફોઈડ (Typhoid) ની સારવાર લઈ રહેલા દર્દીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી. તેમણે હોસ્પિટલના સત્તાધીશોને આદેશ આપ્યા હતા કે, દરેક દર્દીને ઉત્તમ અને સમયસર સારવાર મળી રહે. દર્દીના પરિવારજનોને ભોજન સહિતની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારી રાખવા અને તે મુજબની વ્યવસ્થા ગોઠવવા આદેશ કર્યો છે.

હોસ્પિટલના સત્તાધીશોને આદેશ આપ્યા હતા કે, દરેક દર્દીને ઉત્તમ અને સમયસર સારવાર મળી રહે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અમિત શાહ સતત સમગ્ર સ્થિતિનો રિવ્યૂ લઈ રહ્યા છે. આજે સાંજે પણ અમિત શાહ આ બાબતે રીવ્યુ લેનાર છે. દર્દીઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તે માટે બેસ્ટ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, દર્દીના પરિવારજનોને ભોજન સહિતની તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવા વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. દર્દીઓની સારવાર માટે 22 તબીબોની ટીમ બનાવવામાં આવી છે અને નાયબ કલેકટર કક્ષાના અધિકારીને આ વ્યવસ્થાઓ પર નિરીક્ષણ માટે વિશેષ જવાબદારી આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો પીવાના પાણીના 72 સેમ્પલ પરીક્ષણમાં ફેઇલ અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના 373 કેસ કમળાના 92 અને ટાઈફોઈડના 269 કેસ ખાડીયા

આ પણ વાંચો: મોસમી રોગો માટે સ્ટ્રીટ ફૂડ કેટલું જવાબદાર? ટાઈફોઈડ જેવા રોગોથી બચાવવા શું કરવું