બચાવ/ જામનગર સમાજ સુરક્ષા ટીમનો પ્રયત્ન સફળ : એક બાળ લગ્ન અટક્યા

એક જાગૃત વ્યક્તિનાં દ્રઢ સંકલ્પ અને સતત પ્રયાસથી દુનિયામાં બદલાવ આવી શકે છે તેનું આ એક ઉદાહરણ છે. સમાજસુરક્ષા વિભાગ દ્વારા જાગૃતિના અનેક કાર્ય કરવામાં આવે છે. ત્યારે હવે સામાન્ય માણસ પણ સસ્વેચ્છાએ સમજીને સમાજની સુરક્ષા અને વિકાસ માટે કાર્ય કરે અનિવાર્ય છે.

Top Stories Gujarat Others
જામનગર

આધુનિક સમયમાં ભારત અને ગુજરાતીઓ ચંદ્ર ઉપર પહોચી ગયા છે પરંતુ કેટલાક સામાજિક દુષણો સામે આજેય લડવું પડે છે. એક બે નહિ પરંતુ અનેક કીસ્સાસો છાસવારે સામે આવતા રહે છે જે સમાજ માટે કલંક રુપ હોય અથવા સામાજિક દુષણ હોય. જે સમાજના વિકાસમાં બાધાક હોય. સગીરવયના બાળકોના લગ્ન કરાવતા વાલીઓ માટે ફરીથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા કાલાવડ ( શીતળા ) ખાતે બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા છે.

મળતી વિગત અનુસાર જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા કાલાવડ ( શીતળા ) ખાતે બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા છે. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરશીયાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરિકે જામનગર જિલ્લાના કાલાવડ ( શીતળા ) માં બાળ લગ્ન થઇ રહ્યાની જાણ કરી હતી. આથી સમાજ સુરક્ષા ટીમ, બાળ સુરક્ષા ટીમ અને કાલાવડ ટાઉનના પોલીસ સ્ટેશનમાંથી પી. આઈ. યુ. એચ. વસાવાની ટીમ કાલાવડ ( શીતળા) ગામ ખાતે પહોંચી હતી અને 17 વર્ષની સગીરાના થનારા બાળ લગ્ન અટકાવી અને કાયદાકીય જાણકારી આપી દીકરી પુખ્તવયની થયા બાદ જ તેણીના લગ્ન કરાવવા પરિવારજનોને સમજણ આપી હતી. આથી સગીરાના માતાપિતા માની ગયા હતા અને લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું. યુવતીની ઉંમર 18 વર્ષ થયા બાદ જ લગ્ન કરશે તેમ વડીલોએ સમાજ સુરક્ષા અધિકારીને જણાવ્યું હતું.

જામનગર

એક જાગૃત વ્યક્તિનાં દ્રઢ સંકલ્પ અને સતત પ્રયાસથી દુનિયામાં બદલાવ આવી શકે છે તેનું આ એક ઉદાહરણ છે. સમાજસુરક્ષા વિભાગ દ્વારા જાગૃતિના અનેક કાર્ય કરવામાં આવે છે. ત્યારે હવે સામાન્ય માણસ પણ સસ્વેચ્છાએ સમજીને સમાજની સુરક્ષા અને વિકાસ માટે કાર્ય કરે અનિવાર્ય છે.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાનો બ્રાલેસ લૂક આવ્યો સામે, ઈવેન્ટમાં બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ