પહેલા સેના પ્રમુખ બીપીન રાવતે જણાવ્યું હતું કે, જો મેજર ગોગોઈએ કોઈ પણ ખોટો વ્યવહાર કર્યો હશે તો તેમને સજા મળશે. સેના પ્રમુખના સ્ટેટમેંટ બાદ જ સેનાએ મેજર ગોગોઇ વિરુદ્ધ કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપ્યો હતો.
ન્યુઝ એજેન્સી એએનઆઈ એ આર્મીના અહેવાલોથી જણાવ્યું હતું કે સેનાએ મેજર ગોગોઈ વિરુદ્ધ કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે અને તપાસનાં આધાર પર ઉચિત પગલાં લેવામાં આવશે એવું જણાવ્યું હતું.
Army has ordered Court of Inquiry against Major Gogoi and appropriate action will be taken after the inquiry is finalized: Indian Army https://t.co/EoyGWp8tAa
— ANI (@ANI) May 25, 2018
આ પહેલા આર્મી ચીફ બીપીન રાવતે કહ્યું હતું કે જો મેજર ગોગોઈએ કોઈ ખોટું કામ કર્યું હશે તો તેમને ઉચિત દંડ આપવામાં આવશે. આપણે જણાવીએ કે પથ્થરબાજોને જીપથી બાંધીને ફેરવ્યા હતા તે બાબતે ચર્ચામાં આવેલા મેજર ગોગોઈ આ વિવાદમાં ફસાઈ ગયા છે.

તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર ના એક હોટેલમાં તે એક મહિલા સાથે ગયા હતા. આ બાબત અંતર્ગત તેમના પર વિવાદ થયો હતો અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પછી છોડી દેવામાં આવ્યા હતા.
