Not Set/ બોટાદ: ઝવેરીના ઘરે ધોળા દિવસે બંદુકની અણીએ લૂંટ કરી લૂંટારાઓ ફરાર

બોટાદ, દિવસેને દિવસે લુટારાઓ બેફામ બનતાં જાય છે ત્યારે બોટાદમા ધોળા દિવસે સોની વેપારીના ઘરે એક લૂટની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા આસપાસના રહેવાસીઓમાં ડર ફેલાઈ ગયો છે. ત્રણ પરપ્રાંતીય લોકો દ્વારા ઘરના સભ્યોને બંધક બનાવી રિવોલ્વરની નોક પર આ લૂંટ ચલાવામા આવી હતી.આ ત્રણ લોકો પીઓપી કામ કરવાના બહાને ઘરમા ઘુસી ગયા […]

Gujarat Trending

બોટાદ,

દિવસેને દિવસે લુટારાઓ બેફામ બનતાં જાય છે ત્યારે બોટાદમા ધોળા દિવસે સોની વેપારીના ઘરે એક લૂટની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા આસપાસના રહેવાસીઓમાં ડર ફેલાઈ ગયો છે.

ત્રણ પરપ્રાંતીય લોકો દ્વારા ઘરના સભ્યોને બંધક બનાવી રિવોલ્વરની નોક પર આ લૂંટ ચલાવામા આવી હતી.આ ત્રણ લોકો પીઓપી કામ કરવાના બહાને ઘરમા ઘુસી ગયા હતા  અને લૂટ ચલાવ્યા બાદ ફોર વ્હીલરમાં નાસી છૂટ્યા હતા.આ ઘટના બાદ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અને

નાસી છૂટેલા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.અને ત્યારબાદ બોટાદ જિલ્લાની આસપાસ તમામ વિસ્તારોમાં નાકાબંદી કરવામા આવી  છે. મળતી માહીતી મુજબ લૂંટનો આંકડો મોટો હોવાથી સોની વેપારી લૂંટની માહિતી મીડિયાથી છુપાવી રહ્યા હતા.અને આગાઉ પણ સોની વેપારીને ત્યાં આઈ ટી.ના દરોડા પડી ચુક્યા છે.