Surat News: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બે માર્કેટની અભિનંદન બંધેજ (Abhinandan Bandhej) નામની દુકાનમાં કિંમતી સાડીઓની ચોરીના કેસમાં પોલીસે ચાર મહિલા (Surat Saree Theft)ઓને ઝડપી પાડી છે. સાડી ખરીદવાના બહાને વેપારીને વાતચીતમાં વ્યસ્ત રાખીને તેની નજર ચૂકવી ચોરી કરતી હોવાનો મહિલાઓ પર આરોપ છે. વરાછા પોલીસે તપાસ દરમિયાન ચારેય મહિલાઓને રાજકોટમાંથી ઝડપી પાડી હતી.
Surat Saree Theft: ગ્રાહક બનીને આવતી અને નજર ચૂકવી કરતી ચોરી
મળતી માહિતી મુજબ, ચાર મહિલાઓ ગ્રાહક બનીને સાડીની દુકાનમાં આવતી હતી. સાડી ખરીદવાના બહાને વેપારી સાથે વાતચીત કરતી વખતે તેની નજર ચૂકવી કિંમતી સાડીઓની ચોરી કરી ફરાર થઈ જતી હતી. આ રીતે દુકાનમાંથી સાડીઓની ચોરી થવાના કેસમાં પોલીસે તપાસ શરૂ (Gujarat Crime News) કરી હતી.
CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ
ચોરીનો ભેદ ઉકેલવા વરાછા પોલીસની ટીમે દુકાન તથા આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાનાં ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પણ તપાસ આગળ વધારવામાં આવી હતી.
તપાસ દરમિયાન ચારેય મહિલાઓ રાજકોટમાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને તેમને ઝડપી પાડી હતી. હાલ આ કેસમાં પોલીસની આગળની કાર્યવાહી અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: દિવાળીમાં વતન જવા પૈસા નહોતા, એટલે નારણપુરામાં ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો યુવક
આ પણ વાંચો: નારોલમાં મકાનનું તાળું તોડી થયેલી ચોરીના કેસમાં ત્રણની ધરપકડ, રૂ. 14.35 લાખનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: અમદાવાદ: સનાથલ નજીક વેરહાઉસમાંથી ₹1 કરોડના ગેઝેટ્સની ચોરી, પતરા તોડીને ઘૂસ્યા તસ્કરો
