Ahmedabad News/ દિવાળીમાં વતન જવા પૈસા નહોતા, એટલે નારણપુરામાં ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો યુવક

Naranpura Theft Attempt: અમદાવાદના નારણપુરામાં સોફ્ટવેર એન્જિનિયરના ઘરમાં ચોરી કરવા ઘૂસેલો તમિલનાડુનો યુવક ઝડપાયો. દિવાળીમાં વતન જવા પૈસા ન હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Naranpura Theft Attempt: નારણપુરામાં ચોરી કરવા ઘૂસેલો યુવક ઝડપાયો

Ahmedabad News: અમદાવાદના નારણપુરામાં સોફ્ટવેર એન્જિનિયરના ઘરમાં ચોરી (Naranpura Theft Attempt) કરવાના ઇરાદે ઘૂસેલા તમિલનાડુના યુવકને સ્થાનિક લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો. મકાનમાલિક નાસ્તો કરીને ઘરે પરત ફર્યો ત્યારે યુવક કબાટ ફંફોસતો હતો. મકાનમાલિકને જોઈને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બૂમાબૂમ થતાં સોસાયટીના લોકોએ તેને પકડી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે દિવાળીના તહેવારમાં પોતાના વતન તમિલનાડુ જવા માટે રૂપિયા ન હોવાથી યુવક ચોરી (Software Engineer House) કરવા ઘૂસ્યો હોવાની કબૂલાત કરી હતી.

Naranpura Theft Attempt: મકાનમાલિક નાસ્તો કરવા ગયો ત્યારે ઘરમાં ઘૂસ્યો

નારણપુરામાં રહેતા જય પાનસુરીયાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં તમિલનાડુના અજય (Tamil Nadu Youth) કામપ્પા વિરુદ્ધ ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. જય છેલ્લા દોઢ વર્ષથી મિત્રો સાથે ભાડાના મકાનમાં રહે છે અને એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરે છે.

ફરિયાદ મુજબ, બે દિવસ પહેલાં સવારે જય નાસ્તો કરવા માટે ઘરની બહાર ગયો હતો. તે સમયે તેના બે મિત્રો ઘરમાં સૂતા હતા. આ દરમિયાન અજય ઘરમાં ઘૂસી ગયો હતો અને એક રૂમમાં જઈને કબાટ ફંફોસવા લાગ્યો હતો.

મકાનમાલિકને જોઈને ભાગવા લાગ્યો, સ્થાનિકોએ પકડ્યો

જય નાસ્તો કરીને ઘરે પરત ફર્યો ત્યારે તેણે એક અજાણ્યા યુવકને કબાટમાં કંઈક શોધતો જોયો હતો. જયે યુવકને રોકીને પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અજય કોઈ જવાબ આપ્યા વિના ત્યાંથી ભાગવા લાગ્યો હતો. આથી જયે બૂમાબૂમ કરતાં સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા અને યુવકનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો.

સ્થાનિક લોકોએ યુવકને માર માર્યા બાદ પોલીસને સોંપ્યો હતો. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસે ચોરીના પ્રયાસ અંગે ગુનો નોંધી અજયની ધરપકડ કરી હતી.

દિવાળીમાં વતન જવા માટે પૈસા ન હોવાથી ચોરીનો પ્રયાસ

પોલીસની (Ghatalodia Police) પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે અજયને દિવાળીના તહેવારમાં પોતાના વતન તમિલનાડુ જવાની ઇચ્છા હતી, પરંતુ તેની પાસે પૂરતા રૂપિયા ન હોવાથી તેણે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:  અમદાવાદ: સનાથલ નજીક વેરહાઉસમાંથી ₹1 કરોડના ગેઝેટ્સની ચોરી, પતરા તોડીને ઘૂસ્યા તસ્કરો

આ પણ વાંચો: ઘરફોડ અને વાહન ચોરીના 3 આરોપી અમદાવાદ ગ્રામ્ય LCBના સકંજામાં

આ પણ વાંચો: નારોલમાં મકાનનું તાળું તોડી થયેલી ચોરીના કેસમાં ત્રણની ધરપકડ, રૂ. 14.35 લાખનો મુદ્દામાલ જપ્ત