Israel News/ Flydubai Flight : ઓમાની પાઇલટને લઈને તપાસ તેજ

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai Flightમાં બનેલી ગંભીર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે

Top Stories World
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai Flightમાં બનેલી ગંભીર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે

Israel News : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai Flightમાં બનેલી ગંભીર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. લગભગ 180 મુસાફરોને લઈને ઉડાન ભરેલી ફ્લાઇટમાં પાઇલટ્સ વચ્ચે થયેલી ઝપાઝપી બાદ ઇમરજન્સી સિગ્નલ મોકલવામાં આવ્યું હતું. બાદમાં વિમાનને સાઉદી અરેબિયા તરફ વાળવામાં આવ્યું અને તાબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું.

Flydubai Flight FZ1073માં શું બન્યું?

અહેવાલો અનુસાર, UAEથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટે (Israel Flight)ઉડાન ભર્યા બાદ કટોકટી સંકેત મોકલ્યો હતો. આ સિગ્નલ જોર્ડનના હવાઈ ક્ષેત્રમાંથી મળ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ઇઝરાયલમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી અને સંભવિત ખતરા વચ્ચે ફાઇટર જેટ્સને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.

થોડા સમય બાદ ફ્લાઇટને તેના મૂળ ગંતવ્ય તેલ અવીવને બદલે સાઉદી અરેબિયા (Saudi Arabia Landing)ના તાબુક તરફ વાળવામાં આવી હતી. સુરક્ષિત લેન્ડિંગ બાદ ઘટનાની વિગતો ધીમે ધીમે સામે આવી હતી.

કો-પાઇલટ પર ગંભીર આરોપ

લેન્ડિંગ બાદ સામે આવેલી માહિતી પ્રમાણે કોકપિટમાં પાઇલટ્સ વચ્ચે ઝપાઝપી થઈ હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કો-પાઇલટે મુખ્ય પાઇલટ પર ચાકુથી હુમલો (Pilot Attack) કર્યો હતો અને વિમાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

કેટલાક ઇઝરાયલી મીડિયા અહેવાલોમાં સુરક્ષા સૂત્રોને ટાંકીને આરોપી પાઇલટની ઓળખ ઓમાન (Oman Pilot)ના નાગરિક તરીકે કરવામાં આવી છે. તેના કથિત વર્તન અને વિચારધારા અંગે પણ વિવિધ દાવા કરવામાં આવ્યા છે. જોકે, આ તમામ વિગતોની સત્તાવાર તપાસ અને પુષ્ટિ મહત્વપૂર્ણ છે.

ઓમાની પાઇલટને લઈને મુખ્ય સવાલ

આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે ઓમાનના નાગરિકને ઇઝરાયલ જતી ફ્લાઇટના પાઇલટ (Oman Pilot)તરીકે કેવી રીતે મંજૂરી મળી? ઇઝરાયલ અને ઓમાન વચ્ચે હાલમાં રાજદ્વારી સંબંધો નથી. અહેવાલો અનુસાર, ઇઝરાયલ જતી કેટલીક ફ્લાઇટ્સ માટે ક્રૂ સંબંધિત નિયમો અને સુરક્ષા ચકાસણી લાગુ પડે છે.

આથી તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે ફ્લાઇટના ક્રૂની મંજૂરી પ્રક્રિયા કેવી રીતે થઈ અને સંબંધિત સુરક્ષા તપાસમાં કોઈ ખામી રહી હતી કે નહીં.

ઇઝરાયલની એજન્સીઓ તપાસમાં

અહેવાલો પ્રમાણે ઇઝરાયલી સુરક્ષા એજન્સીઓ આ ઘટનાના વિવિધ પાસાંની તપાસ કરી રહી છે. ખાસ કરીને ઓમાની નાગરિક પાઇલટ (Oman Pilot)ને તેલ અવીવ જતી ફ્લાઇટમાં ફરજ સોંપવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

હાલમાં ઘટનાને લઈને અનેક સવાલો ચર્ચામાં છે, પરંતુ પાઇલટે જાણી જોઈને આ ફ્લાઇટમાં જોડાઈને કોઈ પૂર્વનિયોજિત કાવતરું રચ્યું હતું કે નહીં, તે અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં સત્તાવાર તપાસના પરિણામોની રાહ જોવી જરૂરી છે. સૌથી મહત્વની બાબત એ છે કે લગભગ 180 મુસાફરોને લઈને જતું વિમાન સુરક્ષિત રીતે સાઉદી અરેબિયામાં ઉતરી ગયું હતું.


આ પણ વાંચો : અમેરિકામાં એર શો દરમિયાન ફાઇટર જેટ અથડાયા, ચારેય પાઇલટનો આબાદ બચાવ

આ પણ વાંચો : પુલ પર હુમલા પછી ભડક્યું ઈરાન! અમેરિકાનું F-35 જેટ પાડી દીધાનો દાવો, પાયલટ કેદમાં?

આ પણ વાંચો : આ પણ વાંચો :અમરેલીમાં પ્લેન એરપોર્ટ પરથી ઉતર્યુ, પાયલોટનો આબાદ બચાવ