Entertainment News : બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને અભિનેતા અનુરાગ કશ્યપ પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. બે વખત છૂટાછેડા લઈ ચૂકેલા અનુરાગ કશ્યપ (Anurag Kashyap) હાલમાં પોતાનાથી 20 વર્ષ નાની અભિનેત્રી શુભ્રા શેટ્ટી સાથેના અફેરને કારણે લાઈમલાઈટમાં આવ્યા છે. તાજેતરમાં આપેલા એક ચર્ચિત ઇન્ટરવ્યુમાં તેમણે શુભ્રા શેટ્ટી (Shubhra Shetty) સાથેના પોતાના પ્રેમસંબંધ અને સોશિયલ મીડિયા પર થઈ રહેલા ટ્રોલિંગ અંગે ખુલ્લેઆમ દિલ ખોલીને વાત કરી છે.
Anurag Kashyap : ઉંમરના તફાવત અને સંકોચ અંગે કરી સ્પષ્ટ વાત
ઇન્ટરવ્યુ દરમિયાન વાતચીત કરતા અનુરાગ કશ્યપે ખુલાસો કર્યો કે શુભ્રા સાથે તેમનું બોન્ડિંગ ફિલ્મ ફેસ્ટિવલ્સ (Bonding Film Festivals)અને પુસ્તકો પ્રત્યેના સમાન પ્રેમના કારણે ગાઢ બન્યું હતું. જોકે, બંને વચ્ચે ઉંમરનો મોટો તફાવત હોવાથી શરૂઆતમાં તેઓ ખૂબ જ સંકોચ અનુભવતા હતા. અનુરાગે જણાવ્યું કે પોતાની વધતી ઉંમર અને શુભ્રાના યુવાન લૂક્સના કારણે તેઓ સેલ્ફ-કોન્શિયસ થઈ ગયા હતા અને શુભ્રાથી અંતર જાળવવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ લોકડાઉનની શાંત ક્ષણો અને ‘નિશાંચી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમને પોતાના સાચા પ્રેમનો અહેસાસ થયો હતો.
શુભ્રા શેટ્ટી અને પરિવારનો પ્રતિભાવ
અનુરાગ કશ્યપના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 11 વર્ષથી એકબીજાને ઓળખે છે. બીજી તરફ શુભ્રાએ પણ અગાઉ આ સંબંધ અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે જ્યારે તેના પરિવારજનોને આ ડેટિંગ વિશે ખબર પડી, ત્યારે તેમને પણ સ્વીકારવામાં થોડો સમય લાગ્યો હતો. પરંતુ બાદમાં પરિવારે ખૂબ જ સમજદારીપૂર્વક બંનેના સંબંધને મંજૂરી આપી હતી. શુભ્રાએ રમૂજમાં એ પણ ઉમેર્યું હતું કે તેની માતા અનુરાગને રમુજી અંદાજમાં ‘જોરૂના ગુલામ’ કહીને બોલાવે છે.
શું ત્રીજી વખત વરરાજા બનશે અનુરાગ કશ્યપ?
ઉલ્લેખનીય છે કે અનુરાગ કશ્યપના પ્રથમ લગ્ન આરતી બજાજ સાથે થયા હતા, જ્યારે બીજા લગ્ન બોલિવૂડ એક્ટ્રેસ કલ્કિ કેકલા સાથે થયા હતા. આ બંને સંબંધો છૂટાછેડામાં પરિણમ્યા હતા. હવે શુભ્રા શેટ્ટી સાથેના ગાઢ સંબંધો બાદ સિનેમા જગતમાં ચર્ચા જાગી છે કે શું અનુરાગ કશ્યપ ત્રીજી વાર લગ્નના મંડપે બેસશે કે નહીં? જોકે, અનુરાગે હાલ પૂરતી ત્રીજા લગ્નની યોજના અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
આ પણ વાચે :ગોવિંદા પત્ની સુનીતા પર ભડક્યો! ‘હદમાં રહો’ કહી આપી ચેતવણી, ‘શુગર ડેડી’ના નિવેદનથી થયો ગુસ્સો
આ પણ વાચે :રશ્મિકા મંદાનાની ઈજાથી અટક્યું Allu Arjunની Raakaનું શૂટિંગ? જાણો મોટું અપડેટ
આ પણ વાચે :‘બાઝીગર’ના બબલુથી 277 કરોડના માલિક બનવા સુધી; જાણો બોલિવૂડના દાદા જોની લીવરનો સંઘર્ષ
