Vadodara News: વડોદરા શહેરમાં ઓનલાઈન ફૂડ ઓર્ડરને લઈને એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. નટુભાઈ સર્કલ વિસ્તારમાં આવેલા બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટમાંથી વેજ બિરિયાનીનો ઓર્ડર કરનાર ગ્રાહકને નોનવેજ બિરિયા (Veg Biryani Non Veg Biryani)ની પહોંચતા હોબાળો મચી ગયો હતો.
ગ્રાહકના જણાવ્યા મુજબ, તેમણે સ્પષ્ટ રીતે વેજ બિરિયાની (Veg Biryani Non Veg Biryani)નો ઓર્ડર આપ્યો હતો. જોકે ડિલિવરી મળ્યા બાદ તપાસ કરતા બિરિયાની નોનવેજ હોવાનું સામે આવ્યું હતું. આ બાબતની જાણ થતાં ગ્રાહકે તાત્કાલિક રેસ્ટોરન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.
Veg Biryani Non Veg Biryani: ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં બેદરકારીનો આરોપ
ગ્રાહકનો આક્ષેપ છે કે તેમણે સમસ્યા અંગે જાણ કરવા માટે રેસ્ટોરન્ટમાં અનેક વખત ફોન કર્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ રોષે ભરાયેલા ગ્રાહક સીધા નટુભાઈ સર્કલ સ્થિત રેસ્ટોરન્ટ પર પહોંચ્યા હતા અને પોતાની ફરિયાદ રજૂ કરી હતી.
ગ્રાહકે જણાવ્યું હતું કે તેઓ બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને આ પ્રકારની બેદરકારીથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે રેસ્ટોરન્ટની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ઘટનાને પગલે રેસ્ટોરન્ટ પર થોડા સમય માટે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. જોકે સમગ્ર મામલો ઓર્ડરની ભૂલ અને ડિલિવરી પ્રક્રિયા સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. રેસ્ટોરન્ટ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.હાલમાં ગ્રાહકની ફરિયાદ અને ઘટનાના તમામ પાસાઓને લઈને ચર્ચા ચાલી રહી છે. ફૂડ ડિલિવરી દરમિયાન ઓર્ડરની યોગ્ય ચકાસણી કેટલી જરૂરી છે તે મુદ્દો પણ આ ઘટનાથી ફરી ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો:રાજકોટના મેકડોનાલ્ડ્સમાં ગંભીર બેદરકારી સામે આવી, વેજના બદલે નોન વેજ બર્ગર મળ્યું
આ પણ વાંચો:ઓનલાઈન ફૂડનો કડવો અનુભવ! વેજના બદલે નોનવેજ સેન્ડવીચ નીકળી
આ પણ વાંચો:ભુજમાં McDonaldsમાં વેજ બર્ગરના બદલે નોન-વેજ પીરસાતા વિવાદ
