Netanyahu on Trump Attack: વોશિંગ્ટન DC માં ‘વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર’ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઊંડો આઘાત વ્યક્ત કર્યો છે. નેતન્યાહુએ આ ઘટનાને લોકશાહી પરનો હુમલો ગણાવી સખત શબ્દોમાં નિંદા કરી છે.
Netanyahuએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ચિંતા
ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુ (Netanyahu) એ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું:
સ્તબ્ધતા: “ગઈકાલે રાત્રે વોશિંગ્ટન DC માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસના સમાચાર સાંભળીને હું અને મારી પત્ની સારા સ્તબ્ધ છીએ.”
રાહતનો શ્વાસ: “અમને એ વાતની રાહત છે કે રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી મેલાનિયા સુરક્ષિત અને મજબૂત છે.”
સુરક્ષાકર્મીઓને સલામ: તેમણે ઘાયલ પોલીસ અધિકારીના જલ્દી સાજા થવાની કામના કરી અને અમેરિકી સિક્રેટ સર્વિસની ત્વરિત કાર્યવાહીને સલામ કરી છે.
Sara and I were shocked by the attempted assassination of President @realDonaldTrump last night in Washington, DC. We are relieved that the President and the First Lady are safe and strong. We send our wishes for a full and speedy recovery to the wounded police officer and salute…
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) April 26, 2026
હુમલાની ગંભીરતા: બાલ-બાલ બચ્યા ટ્રમ્પ
શનિવારે રાત્રે જ્યારે હુમલાખોર ગોળીબાર કરતો હોટલના બોલરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ટ્રમ્પ તેના નિશાન પર હતા.
હથિયારોનો જથ્થો: સુરક્ષા એજન્સીઓએ હુમલાખોરને કાબૂમાં લીધો ત્યારે તેની પાસેથી ગન અને ચપ્પુ સહિત અનેક ખતરનાક હથિયારો મળી આવ્યા છે.
હત્યાનો ઈરાદો: જોકે હજુ તપાસ ચાલુ છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ આ ટ્રમ્પની હત્યાનું સુનિયોજિત કાવતરું હોવાનું જણાય છે.
“A man charged a security checkpoint armed with multiple weapons, and he was taken down by some very brave members of Secret Service.” – President Donald J. Trump pic.twitter.com/N3UTveVNFM
— The White House (@WhiteHouse) April 26, 2026
વૈશ્વિક પડઘા
વડાપ્રધાન મોદી બાદ હવે નેતન્યાહુની (Netanyahu) આ પ્રતિક્રિયા દર્શાવે છે કે ટ્રમ્પની સુરક્ષાને લઈને વિશ્વભરના નેતાઓ ચિંતિત છે. ઈઝરાયલના વડાપ્રધાન (Netanyahu) આ ઘટનાથી હેરાન છે કારણ કે તે સીધી રીતે વિશ્વની સુરક્ષા વ્યવસ્થાને પડકારે છે.
આ પણ વાંચો :ટ્રમ્પને મારવા ગન સાથે હોટલમાં ઘૂસ્યો હુમલાખોર, PM મોદીએ હુમલાની કરી આકરી નિંદા
આ પણ વાંચો : વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન ગોળીબાર, ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષિત, વોશિંગ્ટન ડી.સી.માં હાઇ અલર્ટ
આ પણ વાંચો :કમલા હેરિસનો ડોનર અને કેલટેકનો એન્જિનિયર, જાણો કોણ છે ટ્રમ્પના અધિકારીઓ પર ગોળી ચલાવનાર

