કેન્દ્ર સરકાર દવારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે . જે અંતર્ગતપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. એટ્લે કે કેન્દ્રીય કેબિનેટ તરફથી તેને વધારવાની મંજૂરી આપવામાં આવી છે. હવે આ યોજના હેઠળ લાભાર્થીઓને માર્ચ 2022 સુધી મફત રાશન મળતું રહેશે. આ યોજનાની જાહેરાત માર્ચ 2020માં કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ કોરોના ને કારણે થતા તણાવને ઓછો કરવાનો છે. શરૂઆતમાં, આ યોજના એપ્રિલ-જૂન 2020 ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને 30 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી હતી.
આ પણ વાંચો ;Good News! / ટ્રેનમાં મુસાફરી કરતાં લોકો માટે સારા સમાચાર, ફૂડ સર્વિસ ફરી કરાઇ શરૂ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ ઓળખાયેલા 80 કરોડ રેશન કાર્ડધારકોને મફત રાશન પ્રદાન કરે છે. મફત રેશનકાર્ડ ધારકો રાશનની દુકાનો દ્વારા મળતા સબસિડીવાળા અનાજ કરતાં વધુ છે.
આ પણ વાંચો ;Delhi School Open / દિલ્હીમાં આ દિવસથી ફરી ખુલશે સ્કૂલ,કોલેજ, ઓફિસમાં જઈને કર્મચારીઓ કરી શકશે કામ
કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ, ભારતના લગભગ 80 કરોડ રેશનકાર્ડ ધારકોને દર મહિને 5 કિલો વધુ અનાજ આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે દેશના જે નાગરિકની પાસે રાશન કાર્ડ ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ દર મહિને તેના ક્વોટાના રાશનની સાથે 5 કિલો વધારાનું રાશન મળી રહ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજનો લાભ એવા લોકો માટે નથી કે જેમની પાસે રેશન કાર્ડ નથી. આ યોજના રાશન કાર્ડ ધારકો સુધી મર્યાદિત છે, જેમની સંખ્યા દેશમાં 80 કરોડથી વધુ છે.
