Political/ અખિલેશનો માસ્ટરસ્ટ્રોક- અમારી સરકાર આવશે તો મૃતક ખેડૂતોનાં પરિવારજનોને આપીશું 25-25 લાખ રૂપિયા

યુપીમાં આવતા વર્ષે ચૂંટણી છે ત્યારે સમાજવાદી પાર્ટી (SP)નાં અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોને શહીદ ગણાવ્યા છે.

Top Stories India
Akhilesh Yadav

સમાજવાદી પાર્ટીનાં વડા અને ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સત્તામાં પરત ફરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. બુધવારે તેમણે એક એવો ચૂંટણી જંગ ખેલ્યો છે કે જો સફળ થાય તો વિધાનસભાની ચૂંટણીમાં તેમને મોટો ફાયદો મળી શકે છે. અખિલેશે ‘વાયદો’ આપ્યો છે કે જો તેઓ સત્તામાં પાછા ફરશે તો ખેડૂતોનાં આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતોને 25 લાખનું માનદ વેતન આપશે.

આ પણ વાંચો – Delhi Pollution / રાજધાનીમાં પ્રદૂષણ મામલે SC નું કડક વલણ, કહ્યુ- વાયુ પ્રદૂષણ શરૂ થાય તે પહેલા પગલા લેવા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નવા કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી, જો કે કેન્દ્ર સરકારનાં આ નિર્ણય પછી પણ વિરોધ પક્ષો ખેડૂતોનાં આંદોલનને લઈને ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સાથે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં PM મોદીને આ નિર્ણય પરત લેવાનો ફાયદો ઉઠાવવા નહી દે તેવી પણ ચર્ચા ખૂબ થઇ રહી છે. યુપીમાં આવતા વર્ષે ચૂંટણી છે ત્યારે સમાજવાદી પાર્ટી (SP)નાં અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોને શહીદ ગણાવ્યા છે. આ સાથે જ જાહેરાત કરવામાં આવી હતી કે તેમની સરકાર આવશે તો તેઓ મૃતક ખેડૂતોનાં પરિવારજનોને 25-25 લાખ રૂપિયા માનદ વેતન તરીકે આપશે. અખિલેશ યાદવે ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી હતી. અખિલેશે લખ્યું કે, ‘ખેડૂતનું જીવન અમૂલ્ય છે કારણ કે તે ‘અન્ય’નાં જીવન માટે ‘અન્ન’ ઉગાડે છે. અમે વચન આપીએ છીએ કે 2022માં સમાજવાદી પાર્ટીની સરકાર આવતાની સાથે જ ખેડૂતોનાં આંદોલનનાં શહીદોને 25-25 લાખની ‘કિસાન શહાદત સન્માન રાશિ’ આપવામાં આવશે.’

આ પણ વાંચો – મોટા સમાચાર / પ્રાથમિક આરોગ્ય પર સરકારનો ફોકસ, 13 રાજ્યો માટે $300 મિલિયન લોન પર હસ્તાક્ષર, કરોડો લોકોને થશે ફાયદો

ઉત્તર પ્રદેશમાં 2022 માં વિધાનસભાની ચૂંટણી થવાની છે, જેને લઇને સમાજવાદી પાર્ટીનાં વડા અખિલેશ યાદવ એડીચોટીનું જોર અપનાવી રહ્યા છે. તાજેતરમાં ખેડૂતોનો કૃષિ આંદોલનનો મુદ્દો વાગ્યા પર મીંઠુ નાખવા જેવો બનતો જઇ રહ્યો છે, આ જ કારણ છે કે અખિલેશની પાર્ટી ઉપરાંત અન્ય રાજનીતિક પાર્ટીઓ આનો ફાયદો ઉઠાવવાનો પૂરો પ્રયત્ન કરવા લાગ્યા છે. આ મુદ્દે PM મોદી અને યુપીની યોગી સરકારને ઘેરી લેવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. SP વડા અખિલેશ ખેડૂતોને લઈને ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યા છે. અગાઉ અખિલેશ યાદવે કહ્યું હતું કે, અમીરોની ભાજપા પાર્ટી જમીન અધિગ્રહણ અને કાળા કાયદાથી ગરીબો અને ખેડૂતોને છેતરવા માંગે છે. કાંટા ઉગાડ્યા, વાળ ખેંચીને કાર્ટૂન બનાવ્યા, જીપથી ઉડાવ્યા પણ સપાની પૂર્વાંચલની વિજય યાત્રાને જાહેર સમર્થનનાં ડરથી કાળા કાયદા પાછા ખેંચ્યા. ભાજપને કહો કે સેંકડો ખેડૂતોનાં મોતનાં ગુનેગારોને ક્યારે સજા થશે.