ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંકે 13 રાજ્યોમાં શહેરી વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સંભાળને સુધારવા માટે $300 મિલિયનની લોન પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી 51 મિલિયન સ્લમ વિસ્તારો સહિત 256 મિલિયન શહેરી રહેવાસીઓને ફાયદો થશે.
આ પણ વાંચો – Delhi Pollution / રાજધાનીમાં પ્રદૂષણ મામલે SC નું કડક વલણ, કહ્યુ- વાયુ પ્રદૂષણ શરૂ થાય તે પહેલા પગલા લેવા
નાણા મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંકે 13 રાજ્યોનાં શહેરી વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સંભાળને સુધારવા માટે $300 મિલિયનની લોન પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં 51 મિલિયન સ્લમ વિસ્તારો સહિત 256 મિલિયનથી વધુ શહેરી રહેવાસીઓને ફાયદો થશે. આર્થિક બાબતોનાં વિભાગનાં અધિક સચિવ રજત કુમાર મિશ્રાએ ભારત માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જ્યારે ADBનાં ભારત નિવાસી મિશનનાં કન્ટ્રી ડાયરેક્ટર તાકેઓ કોનિશીએ ADB માટે હસ્તાક્ષર કર્યા હતા. લોન કરાર પર હસ્તાક્ષર કર્યા પછી, મિશ્રાએ કહ્યું કે આ કાર્યક્રમ ભારતની આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (AB-HWC) અને પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના (PM-ASBY) જેવી ભારતની આરોગ્ય પહેલને સમર્થન આપે છે – જેનું નામ બદલીને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન રાખવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, 2018 માં શરૂ કરાયેલ આયુષ્માન ભારત કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતમાં સાર્વત્રિક આરોગ્ય કવરેજ હાંસલ કરવા માટેની મુખ્ય વ્યૂહરચના તરીકે વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળની ઍક્સેસને બહેતર બનાવવાનો છે. કોનિશીએ જણાવ્યું હતું કે, “કોરોનાવાયરસ રોગચાળા દ્વારા ઉભા થયેલા પડકારો વચ્ચે ભારતની આરોગ્ય પ્રણાલી માટે બિન-COVID-19 પ્રાથમિક આરોગ્ય સંભાળની સમાન ઍક્સેસની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે.” આ કાર્યક્રમ આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ જેવા 13 રાજ્યોમાં શહેરી વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે.
Govt of India and Asian Development Bank has signed a $300 million loan to improve primary health care in urban areas of 13 states that will benefit over 256 million urban dwellers including 51 million from slum areas: Ministry of Finance pic.twitter.com/M572DNFqO8
— ANI (@ANI) November 24, 2021
નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોનાં વિભાગે ભારત સરકાર માટે શહેરી વિસ્તારોમાં વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળ અને મહામારીની તૈયારીને મજબૂત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. આયુષ્માન ભારત આરોગ્ય અને કલ્યાણ કેન્દ્ર (AB-HWC) અને પ્રધાનમંત્રી સ્વસ્થ ભારત યોજના (PM-ASBY) જેનું નામ બદલીને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ રાખવામાં આવ્યું છે.
