Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Mahesana News/ OTP વગર જ નિવૃત્ત શિક્ષકના SBI ખાતામાંથી રૂપિયા 1.85 લાખ ઉપડી ગયા, કડીમાં સાયબર ફ્રોડની ફરિયાદ

કડીમાં નિવૃત્ત શિક્ષકના SBI ખાતામાંથી ફરિયાદ મુજબ 1.85 લાખ ઉપડી ગયા. પોલીસમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધી.

September 19, 2026September 19, 2026Rahul Maurya
Gujarat Others Breaking News
cyber-fraud

Mahesana News: મહેસાણા જિલ્લાના કડીમાં નિવૃત્ત શિક્ષક સાથે સાયબર ફ્રોડ (Cyber ​​Fraud)ની ઘટના સામે આવી છે. કડીની અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા 63 વર્ષીય દશરથભાઈ ગાંડાલાલ પટેલના SBI બેંક ખાતામાંથી OTP આપ્યા વગર કુલ 1,85,510 રૂપિયા ઉપડી ગયા હોવાની ફરિયાદ કડી પોલીસ મથકે નોંધાઈ છે.

Cyber ​​Fraud : નિવૃત્ત શિક્ષકના ખાતામાંથી તબક્કાવાર રૂપિયા ઉપડ્યા

ફરિયાદ મુજબ દશરથભાઈ પટેલનું ખાતું કડીના પટેલ ભુવન ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI Account Fraud)માં છે અને આ ખાતામાં તેમનું પેન્શન જમા થાય છે. 9 સપ્ટેમ્બરે રાત્રે આશરે 9 વાગ્યે તેમના મોબાઈલ પર બેંકમાંથી 30,000 ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. મેસેજ મળતાં જ તેમણે YONO SBI એપમાં ખાતાની તપાસ કરી હતી. તપાસ કરતાં ખાતામાં માત્ર 5 રુપિયા બેલેન્સ હોવાનું જોવા મળ્યું હતું.

7 અને 8 સપ્ટેમ્બરે લાખો રૂપિયા ઉપડી ગયા

વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે 7 અને 8 સપ્ટેમ્બર દરમિયાન તેમના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા તબક્કાવાર રકમ ઉપાડવામાં આવી હતી. તમામ ટ્રાન્ઝેક્શન મળીને કુલ 1,85,510 રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા. ફરિયાદમાં દશરથભાઈએ જણાવ્યું છે કે તેમણે કોઈ અજાણ્યા વ્યક્તિને OTP આપ્યો નહોતો, તેમ છતાં તેમના ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયા હતા. ઘટનાની જાણ થતાં તેમણે પોતાના પુત્ર નિતીનને માહિતી આપી હતી. ત્યારબાદ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવામાં આવ્યો હતો.

પછી બેંકમાં જઈને મેનેજરને અરજી આપવામાં આવી અને ખાતાનું બેંક સ્ટેટમેન્ટ પણ મેળવવામાં આવ્યું હતું.

કડી પોલીસમાં ફરિયાદ નોંધાઈ

ખાતામાંથી ગાયબ થયેલી રકમ પરત ન મળતાં આખરે દશરથભાઈએ કડી પોલીસ (Kadi Police) મથકે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા ખાતામાંથી થયેલા ટ્રાન્ઝેક્શન, ટ્રાન્ઝેક્શન આઈડી અને અન્ય વિગતોના આધારે તપાસ કરવામાં આવી રહી છે. પૈસા કેવી રીતે ઉપાડવામાં આવ્યા અને કોણે ઉપાડ્યા તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

OTP વગર પણ સાયબર ફ્રોડ શક્ય?

આ ઘટનામાં ફરિયાદી તરફથી OTP શેર ન કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, માત્ર OTP ન આવ્યો હોવાના આધારે ફ્રોડ કેવી રીતે થયો તે નક્કી કરી શકાય નહીં. બેંકિંગ એપ, કાર્ડ, UPI, ક્રેડેન્શિયલ્સ અથવા અન્ય કોઈ માધ્યમ સાથે ચેડાં થયા કે કેમ તે પોલીસ અને બેંકની તપાસ બાદ સ્પષ્ટ થઈ શકે છે.


આ પણ વાંચો: એક APK અને આખો ફોન જોખમમાં! MHAની ચેતવણી, પોર્ન એપના નામે સાયબર ફ્રોડથી બચો

આ પણ વાંચો: ચાંગોદરમાં સાયબર ફ્રોડ: બોસ બની એકાઉન્ટન્ટ પાસે ₹3 કરોડ ટ્રાન્સફર કરાવ્યા, 1 મિનિટમાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: ₹1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ: ચાઈલ્ડ પોર્નોગ્રાફીના નામે ડિજિટલ એરેસ્ટ, 25 વર્ષના આરોપીની ધરપકડ

Post navigation

દિલ્હી એરપોર્ટ પર SpiceJetની ફ્લાઈટ્સમાં વિક્ષેપ, એરપોર્ટ પર મુસાફરોએ નોંધાવ્યો વિરોધ
 1 ઓક્ટોબરથી મોટો ફેરફાર, આધાર ઓથેન્ટિકેશન નહીં કરાવ્યું હોય તો LPG સબસિડીનો લાભ નહીં મળે

More Posts

Gujarat/ રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કરફ્યુની મુદ્ત પૂર્ણ, આજે નિયંત્રણો લંબાવવા મુદ્દે લેવાઇ શકે છે નિર્ણય, સરકાર કરફ્યૂ અને નિયંત્રણો લંબાવવા મુદ્દે કરશે નિર્ણય, 36 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ , 18 મે ના રોજ રાત્રિ કરફ્યુની મુદ્ત થઈ હતી પૂર્ણ, વાવાઝોડાને પગલે 3 દિવસ મુદત લંબાવાઈ હતી

May 20, 2021parth amin
બિપરજોય

Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડા વિશે તમે જાણવા માગો છો એ તમામ વિગતો…

June 13, 2023Maya Sindhav

શંકાસ્પદ મોત/ નવસારીની યુવતીની હત્યા કે આત્મહત્યા મામલો આત્મહત્યા કે હત્યા મામલે પોલીસનું નિવેદન યુવતીના શંકાસ્પદ મોત બાદ તેને દફનાવી હતી સુસાઈડ નોટ મુજબ આત્મહત્યા હોવાની વિગત પ્રેમીએ આક્ષેપ કર્યા બાદ તેની તપાસ શરૂ કરાઇ યુવતીનું હાલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું કલથાણ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવી યુવતીના મામા વહીવટકર્તા હોવાથી ત્યાં દફન કરી લાશ 5 દિવસની હોય લાશ પરથી ચામડી નીકળી લાશની પ્રારંભિક તપાસ કરવી મુશ્કેલ હતી

April 26, 2023jani

Jamnagar News/ જાણો કેમ પોલીસકર્મીએ કર્યું પોતાના જ પુત્રનું અપહરણ

October 2, 2024October 2, 2024Maya Sindhav
ભાદરવી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે સાબરકાંઠા પોલીસ પરિવારે (Sabarkantha Police Family) ખેડબ્રહ્મામાં મા જગદંબાના ચરણોમાં શ્રદ્ધા વ્યક્ત કરી હતી

Sabarkantha News/ ખાખી વર્દીમાં ભક્તિનો રંગ, સાબરકાંઠા પોલીસ પરિવારની પદયાત્રા

September 26, 2026Nikunj Patel

Mehsana News/ બેચરાજીમાં લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયો

March 20, 2025Nikunj Patel

રાજકીય/ PAASએ ચૂંટણી લડવાની કરી જાહેરાત!દિનેશ બાંભણીયાએ ટ્વિટ પર આપી માહિતી

August 28, 2022August 28, 2022mustak malik

Breaking News/ બોટાદ: ફાયરિંગના વાઇરલ વીડિયોનો મામલો બોટાદ પો.સ્ટે.ના કોન્સ્ટેબલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ કોન્સ્ટેબલ કૌશિક જાની વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ રાણપુરના ચંદરવા ગામે વરઘોડામાં કર્યુ હતું ફાયરિંગ ગત 22 જાન્યુઆરીએ રાણપુર ખાતે બન્યો હતો બનાવ ખાનગી હથિયાર વડે કોન્સ્ટેબલે કર્યું હતું ફાયરીંગ ફાયરિંગનો વીડિયો વાઈરલ થતા નોંધાઈ ફરિયાદ

October 16, 2022Maya Sindhav

Gujarat/ સુરત ભાજપના કાર્યકર સામે પોસ્કોમાં ફરિયાદ, ભાજપકાર્યકર વિશાલ પાટીલ સામે ફરિયાદ, યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની નોંધાઇ હતી ફરિયાદ, યુવતી સાથેના ફોટો વાયરલ કરવા આપી હતી ધમકી, યુવતી પાસેથી બળજબરીથી રૂ.20હજાર પડાવ્યા, યુવતીની પોલીસફરિયાદના આધારે કાર્યવાહી,

July 23, 2021parth amin

વિધાનસભા સત્ર/ ગાંધીનગરઃ વિધાનસભા સત્ર શરૂ ઉર્જા વિભાગ તેમજ પૂરક માંગણીઓ પર ચર્ચા ગઇ કાલે કોંગ્રેસ મોધવારી મુદ્દે વિરોધ કર્યો હતો ઉર્જા વિભાગ તેમજ પૂરક માંગણીઓ પર ચર્ચા

March 4, 2023jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy