રાજકોટ/ શિક્ષકના ધો-7ની છાત્રા સાથે અડપલા, પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથધરી

સેટેલાઈટ ચોકમાં આવેલ ડી કે અડયુવીલ્લા શાળામાં ધોરણ 7ની છાત્રા સાથે શિક્ષકે શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ વિધાર્થીનીના પરિવારજનોએ કયો હતો.

Gujarat Rajkot
અડપલા

રાજકોટ શહેરમાં મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં આવેલ ડી.કે.અડયુવીલ્લા નામની શાળામાં અભ્યાસ કરતી ધોરણ 7ની છાત્રા સાથે શિક્ષકે શારીરિક અડપલા કર્યાના આક્ષેપ સાથે છાત્રાના પરિવારજનોએ શાળાએ હોબાળો કર્યો હતો. આજે શાળામાં ફરીયાદ માટે ગયેલા છાત્રાના પરિવારજન અને પ્રિન્સિપાલ વચ્ચે રજુઆત દરમિયાન આમને-સામને બોલાચાલી થઇ હતી. જે દરમિયાન આચાર્યએ છાત્રાની માતા સાથે માથાકૂટ કરતા કહ્યું હતું કે,’અમારી નહીં બધી શાળામાં આવું બને છે’.

સેટેલાઈટ ચોકમાં આવેલ ડી કે અડયુવીલ્લા શાળામાં ધોરણ 7ની છાત્રા સાથે શિક્ષકે શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ વિધાર્થીનીના પરિવારજનોએ કયો હતો. પરિવારજનોના આ ગંભીર આક્ષેપ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે. સમગ્ર બનાવ અંગે વિધાર્થીનીએ તેના પરિવારજનોને જાણ કરતા સ્કૂલ પ્રિન્સિપાલ શિક્ષક વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે.

પોલીસે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરુ કરી છે. આ મામલે છાત્રાના પરિવારજનો અને પ્રિન્સિપાલ આમને સામને આવી ગયા હતા. બન્ને વચ્ચે રજુઆત વખતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. છાત્રાના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે પ્રિન્સિપાલે આ મામલે સપોર્ટ કરવાના બદલે પરિવારનો ઉધડો લીધો હતો.આ મામલે પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:શાળા પાસે ખાડામાં પડતા વિદ્યાર્થીનું મોત, તંત્રની બેદરકારીનો પરિવારજનોનો લગાવ્યો આક્ષેપ

આ પણ વાંચો:ભરશિયાળે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી, સુરત, અરવલ્લી, ભાવનગર અને આણંદમાં કમોસમી વરસાદ વરસ્યો

આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય, આણંદ અને સુરત પોલીસનું સંયુક્ત ઓપરેશન, 15 આરોપીઓ સાથે લૂંટનો મુદ્દામાલ કર્યો જપ્ત

આ પણ વાંચો:રાજયના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુકત કરવા રાજય સરકાર પ્રતિબદ્ધ: રાઘવજીભાઈ પટેલ

આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરમાં યોજનાર આઇસ સ્ટોક વિન્ટર નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતના 20 ખેલાડી રમશે