જૂનાગઢ/ ફોનવાલા મોબાઇલ શો-રૂમમાંથી તસ્કરોએ 49 મોબાઇલ સહિત કુલ રૂ. 14.97 લાખના મતાનો હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ

જોકે આ ચોરી દરમિયાન ચોર ઈસમોએ ચાદરનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવવા પ્રયત્ન કર્યો છે. ત્યારે આ ચોરી બિહારની ચાદર ગેંગ દ્વારા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન થઈ રહ્યું છે.

Gujarat
Untitled 314 8 ફોનવાલા મોબાઇલ શો-રૂમમાંથી તસ્કરોએ 49 મોબાઇલ સહિત કુલ રૂ. 14.97 લાખના મતાનો હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ

રાજયમાં  દિવસેને દિવસે  આગ, લૂંટ ના કેસો વધતાં જોવા મળી  રહ્યા છે  ત્યારે એવો  જ  એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જુનાગઢમાં એમ.જી. રોડ પર આવેલા ફોનવાલા મોબાઇલ શો-રૂમમાંથી તસ્કરોએ 49 મોબાઇલ સહિત કુલ રૂ. 14.97 લાખના મતાનો હાથ ફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે સીસી ટીવીના આધારે ચાદરધારી ગેંગને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે .

મહત્વનુ  છે કે જૂનાગઢમાં 4 શખ્સોએ મોબાઇલની દુકાનમાંથી માત્ર 24 મિનિટમાં જ 49 મોબાઇલ, એસેસરીઝ અને રૂ. 80 હજાર રોકડા મળી કુલ રૂ 14.97 લાખનો મુદ્દામાલ ચોરી કરી લઈ જતા, પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા વિવિધ બાબતે તપાસ આદરી તસ્કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી  હોવાનું  જાણવા મળ્યું છે .આ ચોરીમાં તેમની દુકાનમાંથી રૂ. 10,34,126 ની કિંમત ના 49 મોબાઈલ, રૂ. 3,83,717 ની કિંમતના અલગ અલગ કંપનીના ચાર્જર, હેન્ડસ ફ્રી, બ્લુ ટ્રુથ, તેમજ રોકડા રૂ. 80 હજાર મળી કુલ રૂ. 14,97,843 ના મુદ્દામાલની ચોરી થઈ છે.

આ પણ વાંચો ;રાજકોટ /  છગન ભરવાડની હત્યાના ગુનામાં ચાર શખ્સોની ધરપકડ કરાઇ

જુનાગઢના ભરચક્ક વિસ્તારમાં વહેલી સવારે થયેલ આ ચોરીની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થતા જુનાગઢ બી ડિવિઝન, એલસીબી, એસઓજી સહિતની ટીમના અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ડોગ સ્કવોર્ડ સહિતની મદદ લેવાઈ હતી. આ સાથે ચોરીના સમયે દુકાનનો કેમેરો બંધ હતો, ત્યારે બાજુમાં આવેલ એક દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતાં વહેલી સવારે 5:21 એ દુકાન પાસે 4 શખ્સો ઉભેલા જણાયા હતા અને બાદમાં 1 શખ્શે શતર ઊંચું કરી, દુકાનમાં પ્રવેશ કરી, હાથફેરો કરી, દુકાનની બહાર આવ્યો હતો, ત્યારે બાકીના લોકો બહાર ઉભા હતાં.

જોકે આ ચોરી દરમિયાન ચોર ઈસમોએ ચાદરનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવવા પ્રયત્ન કર્યો છે. ત્યારે આ ચોરી બિહારની ચાદર ગેંગ દ્વારા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન થઈ રહ્યું છે.અને તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે, સાથોસાથ પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરાઇ છે .

આ પણ વાંચો ;RTI પોર્ટલનો પ્રારંભ /  હવેથી તમે ઓનલાઈન RTI કરી જાણી શકશો માહિતી, CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ