Not Set/ આણંંદ/ દાવોલમાં એક ઇંટોનાં ભઠ્ઠામાંથી માનવ કંકાલ મળ્યું, સર્જાયા અનેક સવાલો ??

રાજ્યમાં એક પછી એક દુષ્કર્મની ઘટના બની રહી છે. તો આત્મહત્યા અને હત્યાનાં પણ આટલા જ બનાવો સામે આવી રહ્યા છે. પાછલા થોડા સમયથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ મંડરાઇ રહ્યું છે. ત્યારે ફરી એક વિચીત્ર હત્યાનો બનાવ સામે આવ્યો હોવાનાં સમાચાર સાંપડી રહ્યા છે. જી હા બનાવમાં એક માનવ કંકાલ ઇંટોનાં ભઠ્ઠામાંથી […]

Gujarat Others
BORSAD HUMAN SKULL આણંંદ/ દાવોલમાં એક ઇંટોનાં ભઠ્ઠામાંથી માનવ કંકાલ મળ્યું, સર્જાયા અનેક સવાલો ??

રાજ્યમાં એક પછી એક દુષ્કર્મની ઘટના બની રહી છે. તો આત્મહત્યા અને હત્યાનાં પણ આટલા જ બનાવો સામે આવી રહ્યા છે. પાછલા થોડા સમયથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ મંડરાઇ રહ્યું છે. ત્યારે ફરી એક વિચીત્ર હત્યાનો બનાવ સામે આવ્યો હોવાનાં સમાચાર સાંપડી રહ્યા છે. જી હા બનાવમાં એક માનવ કંકાલ ઇંટોનાં ભઠ્ઠામાંથી મળી આવતા ચકચાર વ્યાપી ગયો છે.

આણંદનાં બોરસદમાંથી આ વિચીત્ર ઘટના પ્રકાશમાં આવી છે. બોરસદના દાવોલમાં એક ઇંટોનાં ભઠ્ઠામાંથી માનવ કંકાલ મળ્યું છે. માનવ કંકાલ મળતા પોલીસ દોડતી થઇ ગઇ છે. અને સમગ્ર મામલા સુધી પહોંચવાની કવાયતો શરુ કરી દેવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ઈંટોના ભઠ્ઠા પર જ હત્યાની આશંકા સેવવામાં આવી રહી છે. હત્યા પૈસાની લેતી દેતીમાં કરવામાં આવી હોવાની આશંકા છે. મૃતક જમીન માલિક 6 મહિનાથી ગાયબ હતા તેવી વિગતો પોલી ડાયરીમાં નોંધાયેલી છે. ત્યારે ઇંટોનાં ભઠ્ઠામાંથી મળેલું માનવ કંકાલ જમીન ગુમ થયેલા મલિકનું હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. માનવ કંકાલ મળી આવતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા આ કંકાલ કોનું છે ? કેટલા સમયથી ઇંટોનાં ભઠ્ઠામાં હતું ? કોણે અને ક્યા કારણો સર હત્યા કરી ? આ કંકાલ અને ગુમ થયેલા જમીન માલિકને શું સંબધ છે ? વગેરે પ્રશ્નો સાથે તપાસ શરુ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.