Crane accident/ મહારાષ્ટ્ર પછી હવે ગુજરાતમાં ક્રેનનો અકસ્માતઃ એક શ્રમિકનું મોત

મહારાષ્ટ્રમાં ક્રેન અકસ્માત તૂટી પડવાના બનાવમાં વીસના મોત થયા હતા તે ઘટનાને માંડ-માંડ ચોવીસ કલાક થયા છે ત્યારે ગુજરાતમાં થયેલા અન્ય ક્રેન અકસ્માતમાં એક શ્રમિકનું મોત થયું છેઅને સાત શ્રમિક હજી પણ દબાયેલા છે.

Top Stories Gujarat Uncategorized
Crane accident મહારાષ્ટ્ર પછી હવે ગુજરાતમાં ક્રેનનો અકસ્માતઃ એક શ્રમિકનું મોત

વડોદરાઃ મહારાષ્ટ્રમાં ક્રેન અકસ્માત તૂટી Crane accident પડવાના બનાવમાં વીસના મોત થયા હતા તે ઘટનાને માંડ-માંડ ચોવીસ કલાક થયા છે ત્યારે ગુજરાતમાં થયેલા અન્ય ક્રેન અકસ્માતમાં એક શ્રમિકનું મોત થયું છેઅને સાત શ્રમિક હજી પણ દબાયેલા છે. વડોદરાના કરજણ તાલુકામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતા આઠ શ્રમજીવી દબાઈ ગયા હતા. તેમા એકનું મોત થયુ હતુ અને અન્ય સાતને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. ક્રેન તૂટી પડવાના બનાવના પગલે હોહા મચી ગઈ હતી.

ક્રેન કેવી રીતે તૂટી
વડોદરામાં કરજણ તાલુકાના કંબોલા નજીક Crane accident બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે ત્યારે શ્રમિકો ક્રેન દ્વારા સામાન ચઢાવી રહ્યા હતા. આ દરમિયાન ક્રેન તૂટતા કામ કરતા શ્રમિકો દબાઈ ગયા હતા. તેના લીધે અન્ય ઇજનેરો અને શ્રમિકોમાં ભયના માહોલ સર્જાયો હતો. કરજણ તાલુકાના માંગરોલ-સાપા પાટિયા ખાતે ચાલતી કામગીરી દરમિયાન વિશાળ ક્રેન મારફત ગર્ડર ગોઠવવાની કામગીરી ચાલતી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
ક્રેન 1100 ટન વજન અને 40 મીટર લંબાઈનો આરસીસીનો બ્લોક બુલેટ ટ્રેનની લાઈન પર મૂકવા જતી હતી. બાદમાં આ બ્લોક મૂક્યા પછી ક્રેઈન પરત ફરતી હતી ત્યારે દુર્ઘટના બની હતી. આ ઘટનાને લઈ શ્રમિકોએ સુપરવાઈઝર પર રોષ ઠાલવ્યો હતો. ધારાસભ્ય, મામલતદાર સહિતના અધિકારીઓ અને નેતાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.

ગામલોકોની તાત્કાલિક મદદ
આ ઘટનાની જાણ થતાં કરજણ SDM સહિત Crane accident અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ સાથે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને કામગીરી શરૂ કરી હતી. આ બનાવને પગલે કંબોલા ગામ સહિત આસપાસના ગામ લોકો સ્થળ પર દોડી ગયા હતા. સાથે કરજણ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. અને ક્રેન કેવી રીતે તૂટી તે અંગેની પ્રાથમિક માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચોઃ Shoaib-Saniya Divorce/ સાનિયા મિર્ઝા અને શોએબ મલિકાના છૂટાછેડા?

આ પણ વાંચોઃ Cricket/ વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ બે ખેલાડીઓ અનફિટ,રમવાની સંભાવના નહીંવત!

આ પણ વાંચોઃ Shubman Gill Record/ વિન્ડીઝ સામે શુબમન ગિલે બનાવ્યો અનોખો રેકોર્ડ

આ પણ વાંચોઃ India Win/ વિન્ડીઝને સળંગ 13મી વન-ડે સિરીઝમાં હરાવતું ભારતઃ કેપ્ટન પંડ્યાની તોફાની બેટિંગ

આ પણ વાંચોઃ IND Vs WI 3rd ODI/ ભારતે ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે 352 રનનો ટાર્ગેટ આપ્યો,હાર્દિક પંડયાની વિસ્ફોટક બેટિંગ