Not Set/ રાહુલ ગાંધી એવું તો શું બોલી ગયા કે પંડાલમાં ફરી વળ્યું હાસ્યનું મોજું

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની જીભ ફરી એકવાર લપસી છે. જેથી એમને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં, 7 ડિસેમ્બરે રાજસ્થાનમાં થનારી વિધાનસભાની ચૂંટણીના કારણે પ્રદેશમાં રાજનેતાઓનો મેળો જામ્યો છે. સામાન્ય જનતાને લોભાવવા માટે બંને પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. પ્રચાર દરમિયાન ક્યારે ક્યાં રાજનેતાની જીભ લપસે એનું કોઈ ઠેકાણું નથી […]

Top Stories India

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની જીભ ફરી એકવાર લપસી છે. જેથી એમને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં, 7 ડિસેમ્બરે રાજસ્થાનમાં થનારી વિધાનસભાની ચૂંટણીના કારણે પ્રદેશમાં રાજનેતાઓનો મેળો જામ્યો છે.

સામાન્ય જનતાને લોભાવવા માટે બંને પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. પ્રચાર દરમિયાન ક્યારે ક્યાં રાજનેતાની જીભ લપસે એનું કોઈ ઠેકાણું નથી હોતું. મંગળવારે એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીની જીભ અચાનક લપસી ગઈ હતી અને તેઓ ન બોલવાનું બોલી ગયા હતા.

હકીકતમાં  પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કુંભારામ લિફ્ટ યોજનાને કુંભકરણ લિફ્ટ યોજના કહીને સંબોધિત કરી હતી. જે બાદ પંડાલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જણાવી દઈએ કે, મંગળવારે રાહુલ ગાંધી રાજસ્થાનના ઝુંઝુનમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો ગણાવી રહ્યા હતા.

મહત્વનું છે કે, આ પહેલા પણ રાહુલ ગાંધીને જીભ લપસવાના કારણે ઘણીવાર ટ્રોલનો સામનો કરવો પડ્યો છે.