કોરોના સામે હજી તો લોકો લડી રહ્યાં છે. ત્યા નવી બિમારીએ પગ પેસારો કર્યો છે. મ્યુકોરમાઈકોસિસ નામની બીમારીથી હાહાકર મચી ગયો છે.કોરોનાની સારવારમાં માણ માણ બચી ગયા હોય ત્યારે તેવા દર્દીને મ્યુકોરમાઈકોસિસ નામનો રોગ થતો હોવાનું સામે આવ્યો છે.મ્યુકોરમાઈકોસિસ રોગ ખાસ કરીને યુવાનોમાં જોવા મળ્યો છે.30 થી 45 વર્ષની વયના યુવાનોમાં આ રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે. આ રોગની સારવાર માટે વપરાતા એમ્ફોટેીની-બી ઈન્જેક્શન વપરાય છે.

આ પણ વાંચો :CM રૂપાણીની અસલ સ્પીચમાં ફેરફાર કરી વીડિયો વાયરલ કરનાર યુવકની થઇ ધરપકડ
કોરોનાની બીજી લહેરના પ્રાંરભે કોરોનાને મહાત આપી હોય તેવા લોકોમાં આ રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે.કોરોનાની લહેર અંત તરફ જઈ રહી છે તેવા સમયે મ્યુકોર માયકોસીસીની ઝપેટમાં 30થી 45 વર્ષની વયના યુવાનો આવી રહ્યા છે. આ રોગમાં વપરાતા એમ્ફોટેરીની બી જે ની કિંમત 3 હજારથી 8 હજાર સુધીમાં આવે છે.મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે ખર્ચ પણ વધુ થતો હોય છે. જેથી સામાન્ય માણસ આ રોગની સારવાર કરાવી અઘરી પડી જતા અધુરી મુકી દેતા તેના લીધી ફુગ પ્રસરી જતા જીવ ગુમાવવાનો વારો આવે છે. તબીબી નિષ્ણાંતોના મત પ્રમાણે આ રોગમાં વહેલું નિદાન અને સારવારજ બચાવી શકે તેમ છે.
આ પણ વાંચો :કોવાક્સિનના લાઈસન્સ માટે થયેલા વિલંબના રિપોર્ટને લઈ સરકારે કર્યો આ ખુલાસો
હાલ મ્યુકોરમાઈકોસિસ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ભારત સરકારે આ દવાનું ઉત્પાદન વધારવા ઉત્પાદકોને પ્રોત્સાહન આપ્યું છે. કોરમાઈકોસિસના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત અને જામનગરમાં મ્યુકોરમાઈકોસિસના વધારે કેસ સામે આવી રહ્યા છે. મ્યુકોરમાઈકોસિસ એક ફન્ગલ ઈન્ફેક્શન છે, જેની અસર, આંખ, નાક , કાન અને તાળવા પર થાય છે.
આ પણ વાંચો :ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર શરુ કરાયા પણ, મેડિકલ સ્ટાફ કે સાધનો ક્યાં…?

