Botad Police/ બોટાદમાં રોકડીયા હનુમાન મંદિરના મહંતને પોલીસ સ્ટેશન લવાયા,PI કરી રહ્યા છે પુછપરછ

સાળંગપુરનો વિવાદનો સુખદ અંત આવી ગયો છે. પણ સાધુ સંતોની બેઠકનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. બોટાદમાં રોકડિયા હનુમાન મંદિરના મહંતને પોલીસ સ્ટેશન લવાયા છે

Top Stories Gujarat
  • બોટાદ: રોકડીયા હનુમાન મંદિરના મહંતને પોલીસ સ્ટેશન લવાયા
  • મહંત પરમેશ્વર દાસજીને લવાયા બોટાદ પોલીસ સ્ટેશન
  • લીંબડીમાં યોજાયેલ બેઠકમાં પરમેશ્વર દાસજીએ કર્યું હતું એલાન
  • હનુમાનજીને ચાંદીનું તિલક લગાવવાની કરી હતી જાહેરાત
  • સાળંગપુર પહોંચી દાદાને ચાંદીનું તિલક લગાવવાની કરી હતી જાહેરાત
  • મહંત સાળંગપુર જવા નીકળે પહેલા જ પોલીસ સ્ટેશન લવાયા
  • બોટાદ પોલીસ દ્રારા મહંતને લવાયા પોલીસ સ્ટેશન ખાતે
  • પોલીસ દ્રારા મહંત પરમેશ્વર દાસજીની પૂછપરછ શરૂ
  • મહંતને પોલીસ સ્ટેશન લાવવાનું કારણ અકબંધ
  • તિલક એલાન કે અગાઉ હથિયાર સાથે આપેલ નિવેદન મામલે લવાયા
  • હાલ PI દ્વારા ચાલી રહી છે પરમેશ્વર દાસજીની પૂછપરછ
  • પૂછપરછ બાદ બાપુના નિવેદન બાદ જ સાચું કારણ આવશે બહાર

સાળંગપુરનો વિવાદનો સુખદ અંત આવી ગયો છે. પણ સાધુ સંતોની બેઠકનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. બોટાદમાં રોકડિયા હનુમાન મંદિરના મહંતને પોલીસ સ્ટેશન લવાયા છે, ક્યાં કારણસર તેમને હાલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે તે જાણી શકાયું નથી. બોટાદના લીંબડીમાં યોજાયેલ બેઠકમાં પરમેશ્વર દાસજીએ મોટી જાહેરાત કરી હતી,તેમણે હનુમાનજીને ચાંદીનું તિલક લગાવવાની કરી હતી જાહેરાત. બોટાદ પોલીસે સત્વરે પરમેશ્વર દાસજીને પોલીસ સ્ટેશન લાવીને પુછપરછ હાથ ધરી છે.પોલીસ અધિકારી હાલ પુછપરછ કરી રહ્યા છે. બાપુના નિવેદન બાદ સાચું કારણ જાણવા મળશે. પોલીસ હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે યોજાયેલ ધર્મ સંમેલન પૂર્ણ થયું છે. આજના ધર્મ સંમેલનમાં રાજ્યભરના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દાઓ અંગે ઠરાવ થયા છે.