મુંબઇ,
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન ફરી એક વાર સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે. અહેવાલ છે કે અમિતાબ બચ્ચન અને શાહરૂખ સુજોય ઘોષની ડાયરેક્ટોરિયલ ફિલ્મ ‘બદલા’માં સાથે કામ કરી રહ્યા છે. અગાઉના અહેવાલો મળી રહ્યા હતા કે શાહરુખ ફિલ્મમાં કેમિયોમાં દેખાશે, પરંતુ તાજા અહેવાલો અનુસાર, શાહરૂખ આ ફિલ્મમાં ગેસ્ટ અપીયરેંસ નહીં પરંતુ એક સંપૂર્ણ ભૂમિકા ભજવાના છે.

ફિલ્મ નિર્માતાઓએ શાહરૂખના કિરદારને વિગતો આપી દીધી છે. ફિલ્મમાં શાહરૂખ ખાન તાપસી પન્નુના પતિના રોલમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાન 21 મી ડિસેમ્બરના રોજ ફીઈલ્મ ‘ઝીરો’ના રિલીઝ થયા પછી ‘બદલા’નું શુટિંગ શરુ કરશે. જોકે જ્યારે ફિલ્મ દિગ્દર્શક સુજોય ઘોષે પૂછવામાં આવ્યું તો તેમણે સવાલને ટાળતા જવાબ આપ્યો કે જો આ ફિલ્મમાં શાહરૂખ કામ કરી રહ્યા છે તો તેઓએ હજુ સુધી આ ફીઈલ્મ વિશે કોઈ માહિતી કેમ આપી નથી.

વેલ જો આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન એક સાથે આવાના અહેવાલોમાં સત્ય છે તો સાચેજ શાહરૂખ અને અમિતાબના ચાહકો માટે સારા સમાચાર છે. અમિતાભ અને શાહરૂખ ખાન ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને આ બંનેએ છેલ્લે 2008માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ભૂતનાથ’માં સાથે જોવા મળ્યા હતા.
ફિલ્મ ‘બદલા’વિશે વાત કરવામાં આવે તો આ ફિલ્મ સ્પેનીશ થ્રિલર મુવી ‘કોન્ટ્રાટિએમ્પો’ પર આધારિત છે. જે વર્ષ 2016માં રિલીઝ કરવામાં આવી હતી. ‘બદલા’માં અમિતાભ એક વકીલની ભૂમિકા ભજવી રહ્યા છે. જે એક યુવકના મૃત્યુની ગુત્થી સુલજાવામાં લાગ્યા છે.

