bribe/ ગાંધીનગરમાં અધિકારી લાંચ લેતા ACBના હાથે ઝડપાયો

ફરીયાદીએ સસરા અને તેમના ભાઈઓના નામે વડીલોપાર્જીત જમીનમાં પત્નીનું નામ વારસાઈ પત્રકમાં દાખલ કરાવવા પેઢીનામું બનાવી આપવા ગ્રામ પંચાયતમાં……….

Gujarat
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 79 ગાંધીનગરમાં અધિકારી લાંચ લેતા ACBના હાથે ઝડપાયો

Gandhinagar News: ગાંધીનગરમાં છાલા ગામ ખાતે ફરિયાદીએ પત્નીનું નામ વારસાઈ પત્રકમાં દાખલ કરાવવા પેઢીનામું બનાવવા ગ્રામ પંચાયત ગયા હતા પરંતુ તલાટી કમ મંત્રીએ રૂપિયા 2 લાખની માગ કરતા ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવી લાંચિયા અધિકારીને રંગે હાથ ઝડપ્યો છે.

ફરીયાદીએ સસરા અને તેમના ભાઈઓના નામે વડીલોપાર્જીત જમીનમાં પત્નીનું નામ વારસાઈ પત્રકમાં દાખલ કરાવવા પેઢીનામું બનાવી આપવા ગ્રામ પંચાયતમાં ગયા હતા. પણ આરોપી હઠીસિંહ કાનજીભાઈ સોલંકીએ પેઢીનામું કરાવવા ફરીયાદી પાસે રૂપિયા 2 લાખની માંગણી કરી હતી. ફરિયાદી અને આરોપીની રકઝકના અંતે રૂપિયા 50 હજાર આપવાના નક્કી થયા હતા.

આરોપી તલાટી કમ મંત્રી તરીકે માધવગઢ ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતો હતો. લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ન હોવાથી લાંચની ફરિયાદ ACB કરી હતી. એસીબીએ લાંચનું છટકું ગોઠવતા આરોપીએ સ્થળ ઉપર લાંચની રકમ સ્વીકારતા પકડાઈ જતાં ગુનો કબૂલ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું