2024 Lok Sabha Elections/ મતદાન પહેલા જ ચૂંટણીમાં કાળા ધનનો રેકોર્ડ તૂટ્યો

ટોપ ટેનમાં પાંચ ભાજપ શાષિત રાજ્યો, દિલ્હી પંજાબનો પણ સમાવેશ

Top Stories India
Beginners guide to 2024 04 16T160938.464 મતદાન પહેલા જ ચૂંટણીમાં કાળા ધનનો રેકોર્ડ તૂટ્યો

New Delhi News  : ચૂંટણી આયોગે લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં 75 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ કાળુ નાંણું જપ્ત કર્યું છે. ચૂંટણી દરમિયાન કાળા નાણાંનો ઉપયોગ વધી જતો હોય છે. પીએમ નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આપણા દેશમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે ચૂંટણીમાં કાળા ધનનો ખૂબ મોટો ખતરનાક ખેલ ચાલી રહ્યો છે. દેશની ચૂંટણીમાં કાળા ધનથી છુટકારો મળવો જોઈએ. બીજીતરફ ઈડીએ 2022માં ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના અભિયાન માટે ફંડ મેનેજ કરનારા ચનપ્રિત સિંહી ધરપકડ કરી હતી. દરમિયાન લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થયા પહેલા જ ચૂંટમી આયોગે ગેરકાયદેસર 4,650 કરોડ રૂપિયા કબજે કર્યા છે.

ઈલેક્શન કમિશને 15 એપ્રિલના રોજ કહ્યું હતું કે તેણે છેલ્લા 75 વર્ષમાં ચૂંટમી દરમિયાન સૌથી વધુ માત્રામાં નશીલી દવાઓ અને રોકડ રકમ જપ્ત કરી હતી. લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયા પહેલા જ એજન્સીએ 4,650 કરોડ રૂપિયા કબજે કર્યા છે. જે 2019માં ચૂંટણીમાં જપ્ત કરાયેલી રકમથી વધુ છે. 2019માં ચૂંટમી આયોગ દ્વારા 3,475 કરોડ રૂપિયા જપ્ત કરાયા હતા.

આયોગે એક નિવેદનમાં કહ્યું હતું કે જપ્ત કરાયેલા 4,650 કરોડ રૂપિયામાં 2069 કરોડનું ડ્રગ્સ, 395 કરોડ રૂપિયાથી વધુ રોકડ રકમ અને 495 કરોડી વધુ રકમના દારૂનો સમાવેશ થાય છે. 1 માર્ચથી ચૂંટણી આયોગ દરરોડ 100 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કરી રહી છે. જેમાં 44 ટકા ડ્રગ્સ અને નશીલો પદાર્થ જપ્ત કરાયો છે. જેની પર આયોગનું વિશેષ ધ્યાન છે.

ડ્રગ્સ સિવાય સૌથા વધુ મફતની રેવડીઓની જપ્તી થઈ છે. જેમાં ઈલેકટ્રોનિક વસ્તુઓ અને ઘરેલુ સામાનનો સમાવેશ થાય છે. આ વર્ષે 143 કરોડની પ્રીબીજ જપ્ત કરાઈ હતી જે 2019માં જપ્ત કરાયેલી 60 કરોડની રેવડીના મુકાબલે 1799 ટકા વધુ છે.  રાજ્યો મુજબ વાત કરીએ તો રાજસ્થાનમાં સૌથા વધુ 778.53 કરોડની જપ્તી થઈ હતી. બીજા સ્થાને ગુજરાત રહ્યું હતું જ્યાં 605.34 કરોડની જપ્તી થઈ હતી.

દિલ્હીમાં 236.07 કરોડની જપ્તી તઈ હતી. દેશના સૌથા વધુ વસ્તી ધરાવતા ઉત્તરપ્રદેશમાંથી ચૂંટમી આયોગે 145.77 કરોડની જપ્તી કરી હતી. આંકડા પર ધ્યાન દઈએ તો ટોપ 10 રાજ્યોમાં જ્યાં સૌથા વધુ જપ્તી કરવામાં આવી હતી તેમાં પાંચ રાજ્ય ભાજપ શાષિત છે. ટોપ 10 જપ્તી વાળા રાજ્યોમાં રાજસ્થાન, ગુજરાત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને બિહારનો સમાવેશ થાય છે.

ચૂંટણી આયોગે કહ્યું કે કાળા ધનનો ઉપયોગ અને પોલિટિકલ ફંડીંગ વધારે સાધન સંપન્ન પાર્ટી અથવા ઉમેદવારના પક્ષમાં લેવલ પ્લેઈંગ ફિલ્ડને બગાડી શકે છે. આ જપ્તી લોકસભા ચૂંટણીને પ્રલોભન અને કદાચારથી મુક્ત કરાવવા અને સમાન અવસર સુનિશ્ચિત કરવાના તેના સંકલ્પનો એક મહત્વપૂર્ણ હિસ્સો હતી. ચૂંટણી આયોગના સૂત્રોના જણાવ્યા મુજબ હેલિકોપ્ટરોની તપાસ અથવા તલાશી જેમ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંદી અને તૃણમૂલ કોંગ્રેસના અભિષેક બેનરજીના મામલામાં પ્રલોભન મુક્ત ચૂંટણી કરાવવાના નિર્દેશોનો હિસ્સો હતી.

જાન્યુઆરી 2024માં ચૂંટણી આયોગના વરિષ્ઠ અધિકારીઓએ ચૂંટણીમાં કાળા ધનના છુટકારા પર ભાર મુકવા માટે  પ્રત્યેક રાજ્ય અને કેન્દ્ર શાષિત પ્રદેશની મુલાકાત લીધી હતી.

ન્યુઝ એજન્સી એએનઆઈને સોમવારે આપેલા ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાળું ધમ ખતમ કરવા માટે પહેલા અમે 1000 અને 2000 ની નોટોને ખતમ કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 20 હજાર સુધી પાર્ટીઓ કેશ લઈ શકે છે. મેં નિયમ બનાવીને 20 હજારને અઢી હજાર કરી દીધા કારણકે હું નહોતો ઈચ્છતો કે આ કેશ વાળો કારોબાર ચાલે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાન-ઈઝરાયેલ વિવાદ અંગે જયશંકરે વ્યક્ત કરી ઊંડી ચિંતા, આપી આ સૂચના

આ પણ વાંચો:બાડમેરમાં મહિલાએ અર્ધનગ્ન કરાવી પરેડ, પરિણીત પુરુષ સાથે અફેર હોવાના આરોપ

આ પણ વાંચો:જપ્ત કરાયેલા જહાજમાં સવાર 17 ભારતીયોને મુક્ત કરવામાં ભારત વ્યસ્ત, નવી દિલ્હીથી તેહરાન સુધીની