Not Set/ ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસનુ કિસાન આંદોલન, કુંવરજી બાવળીયા, પરેશ ધાનાણીના પ્રહાર

રાજકોટના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસે કિસાન આંદોલનનુ આયોજન કર્યુ હતુ. આંદોલનમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કુવરજી બાવળીયા અને હર્ષદ રિબળીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કિસાન આંદોલનમાં કોગીનેતા અને કાર્યકરોએ હોબાળો કર્યો હતો અને રાજ્ય સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. મંચ ઉપરથી કોંગી ધારાસભ્યો અને અગ્રણીઓએ ભાજપ સરકાર અને મોદી ઉપર ચાબખા કર્યા હતા તો વિપક્ષી […]

Top Stories Gujarat Videos
gandhinagar 2 ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસનુ કિસાન આંદોલન, કુંવરજી બાવળીયા, પરેશ ધાનાણીના પ્રહાર

રાજકોટના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસે કિસાન આંદોલનનુ આયોજન કર્યુ હતુ. આંદોલનમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કુવરજી બાવળીયા અને હર્ષદ રિબળીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કિસાન આંદોલનમાં કોગીનેતા અને કાર્યકરોએ હોબાળો કર્યો હતો અને રાજ્ય સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. મંચ ઉપરથી કોંગી ધારાસભ્યો અને અગ્રણીઓએ ભાજપ સરકાર અને મોદી ઉપર ચાબખા કર્યા હતા તો વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મગફળીના કૌભાંડમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભૂમિકા હોવાના આક્ષેપો કર્યા હતા. ગોડાઉનમાં લાગેલી આગમાં રાજ્યપાલ તપાસ માટે મંજૂરી આપતા નથી તેવો આક્ષેપ પણ કર્યો હતો.

રાજકોટમાં કોંગ્રેસ દ્વારા કિસાન સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું , જિલ્લા કોંગ્રેસ આયોજિત કિસાન આંદોલનમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો, પૂર્વ સાંસદો, અને પ્રદેશના અગ્રણી નેતા તેમજ વિપક્ષી નેતાં પરેશ ભાઈ ધાનાણી સહિતના ઉપસ્થિત રહયા હતા , વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતનાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા, પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી કોંગ્રેસી અર્જુનભાઈ મોઢવાડીયા,વિક્રમ માદામ, જવાહર ચાવડા અને લલિતભાઈ કગથરા સહીત 12 ધારાસભ્યો ઉપસ્થિત રહયા હતા, સમગ્ર આંદોલનનું આયોજન વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા દ્વારા કરાયું છે, કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકારને જગાડવા માટે રણટંકાર કરવામાં આવ્યો હતો.