Not Set/ રેલ્વેનું નવું પ્લાનિંગ : ટીકીટ વગર યાત્રા કરી તો આપવો પડશે 1000 રૂપિયા દંડ

ટ્રેનમાં ટીકીટ વગર યાત્રા કરવા વાળા માટે ખરાબ સમાચાર છે. રેલ્વે તરફથી ટીકીટ વગર યાત્રા કરતા પકડાઈ જવા પર 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. હકીકતમાં વેસ્ટર્ન રેલ્વે દ્વારા ટીકીટ વગર યાત્રા કરતા યાત્રિકો માટે દંડની રકમ ચાર ગણી વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. આવું ટીકીટ વગર યાત્રા કરવા વાળા પર લગામ લગાવવા માટે કરવામાં […]

Top Stories India
664786 railwaysindian 032618 રેલ્વેનું નવું પ્લાનિંગ : ટીકીટ વગર યાત્રા કરી તો આપવો પડશે 1000 રૂપિયા દંડ

ટ્રેનમાં ટીકીટ વગર યાત્રા કરવા વાળા માટે ખરાબ સમાચાર છે. રેલ્વે તરફથી ટીકીટ વગર યાત્રા કરતા પકડાઈ જવા પર 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. હકીકતમાં વેસ્ટર્ન રેલ્વે દ્વારા ટીકીટ વગર યાત્રા કરતા યાત્રિકો માટે દંડની રકમ ચાર ગણી વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. આવું ટીકીટ વગર યાત્રા કરવા વાળા પર લગામ લગાવવા માટે કરવામાં આવશે.

dc Cover kom7toouf15kfnue5r0l1kmks1 20160131021737.Medi રેલ્વેનું નવું પ્લાનિંગ : ટીકીટ વગર યાત્રા કરી તો આપવો પડશે 1000 રૂપિયા દંડ

હાલમાં ટીકીટ વગર પકડાઈ જવા પર 250 રૂપિયા દંડ આપવો પડે છે. પરંતુ હવે દંડની રકમ વધીને 1000 રૂપિયા થઇ શકે છે. પશ્ચિમ રેલ્વેએ રેલ્વે બોર્ડ દિલ્હી પાસે આ પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવને ગયા અઠવાડીયે રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાનીના મુંબઈ પ્રવાસ દરમિયાન પણ પેશ કરવામાં આવ્યો હતો. રેલ્વે બોર્ડ તરફથી આ પ્રસ્તાવ પર વિચાર કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

main qimg d594cf1d674eac38d054e059af6227a4 c રેલ્વેનું નવું પ્લાનિંગ : ટીકીટ વગર યાત્રા કરી તો આપવો પડશે 1000 રૂપિયા દંડ

જણાવી દઈએ કે પશ્ચિમ રેલ્વેએ એપ્રિલમાં ટીકીટ વગર યાત્રા કરતા 3.94 લાખ યાત્રીકોને પકડવામાં આવ્યા હતા. આ યાત્રિકો પાસેથી રેલ્વેએ 15.34 કરોડ રૂપિયા દંડ વસુલ કર્યો હતો. જે એપ્રિલ 2017માં વસુલવામાં આવલા દંડ કરતા 26 ટકા વધુ હતો. રેલ્વેને આશા છે કે દંડની રકમ વધારવાથી ટીકીટ વગર યાત્રા કરવા વાળાની સંખ્યામાં ઘટાડો થશે.

indian railways રેલ્વેનું નવું પ્લાનિંગ : ટીકીટ વગર યાત્રા કરી તો આપવો પડશે 1000 રૂપિયા દંડ

હાલમાં 250 રૂપિયા દંડ પહેલા ટીકીટ વગર યાત્રા કરવા વાળા પાસેથી 50 રૂપિયા દંડ લેવામાં આવતો હતો. વર્ષ 2002માં દંડની રકમ 50 થી વધારીને 250 રૂપિયા કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવાનું છે કે રોજ યાત્રા કરતા લોકો એવું સમજીને ટીકીટ નથી લેતા, કારણ કે એમણે લાગે છે કે દંડ ભરવો એ માસિક પાસ લેવા કરતા સસ્તું છે. મહત્વનું છે કે મધ્ય રેલ્વેમાં રોજના લગભગ ૩ હજાર જયારે પશ્ચિમ રેલ્વેમાં લગભગ 1300 યાત્રી ટીકીટ વગર યાત્રા કરતા પકડાય છે.