Not Set/ હાઇકોર્ટનો પ્રતિબંધ હોવા છતાં ઉત્તરાખંડ સરકારની નવી માર્ગદર્શિકા, ચારધામ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે

ચારધામ યાત્રા 2021 ઉત્તરાખંડ હાઈકોર્ટે 1 જુલાઇથી ચારધામ યાત્રા શરૂ કરવાના ઉત્તરાખંડ કેબિનેટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. ચારધામમાં પૂજાના લાઈવ પ્રસારણ માટે કોર્ટે સરકારને સૂચના આપી છે.

Top Stories India
a 310 હાઇકોર્ટનો પ્રતિબંધ હોવા છતાં ઉત્તરાખંડ સરકારની નવી માર્ગદર્શિકા, ચારધામ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે

હાઇકોર્ટે ઉત્તરાખંડ મંત્રીમંડળના ચારધામ યાત્રા 1 જુલાઇથી શરૂ કરવાના નિર્ણય પર સ્ટે આપ્યો છે. કોર્ટે સરકારને જગન્નાથની તર્જ પર ચારધામમાં પૂજા લાઈવ પ્રસારણ કરવા માટે નિર્દેશ આપ્યો છે. આ સાથે 7 જુલાઇ સુધીમાં લાઇવ સ્ટ્રીમિંગ માટેની કરવામાં આવેલી ગોઠવણ અંગેની માહિતી કોર્ટને સોગંદનામા દ્વારા આપવા જણાવવામાં આવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે હાઇકોર્ટે મંત્રીમંડળના નિર્ણય પર સ્ટે આપ્યો છે.

આપને જણાવી દઈએ કે, ઉત્તરાખંડ સરકારે 1 જુલાઇથી રાજ્યમાં ચારધામ યાત્રા શરૂ કરવા આદેશ આપ્યો હતો. આ માટે, કોરોનાનો RTPCR નેગેટિવ રિપોર્ટ આવશ્યક હતો. સોમવારે એક અરજીની સુનાવણી થતાં ચીફ જસ્ટિસની ડિવિઝન બેંચે રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો અને યાત્રા પર પ્રતિબંધ મૂક્યો. આ સાથે, સરકારને 7 જુલાઇ સુધીમાં ફરીથી એફિડેવિટ ફાઇલ કરવા જણાવ્યું હતું.

હાઇકોર્ટે જણાવ્યો અસંતોષ

નોંધનીય છે કે હાઇકોર્ટે પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ અને ભક્તો માટે રાજ્ય સરકાર દ્વારા કરેલી વ્યવસ્થા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ આર.એસ.ચૌહાણ અને ન્યાયાધીશ આલોક કુમાર વર્માની ડિવિઝન બેંચે રાજ્યના કેબિનેટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો, જેમાં 1 જુલાઈથી ચમોલી, રૂદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લાના રહેવાસીઓને હિમાલયના મંદિરોની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો :જમ્મુ એરફોર્સ સ્ટેશન હુમલાની તપાસ ગૃહમંત્રાલયે NIA ને સોંપી, જાણો દેશ માટે કેટલો મોટો ખતરો?

હાઈકોર્ટે કહ્યું કે હાલના સંજોગોમાં, થોડા લોકોની લાગણીઓની કાળજી લેવા કરતાં કોરોના વાયરસના ‘ડેલ્ટા પ્લસ’ ફોર્મથી દરેકને બચાવવું વધુ મહત્વનું છે. અરજદારના વકીલ દુષ્યંત મૈનાલીએ જણાવ્યું હતું કે હવે કોઈને પણ આ યાત્રા માટે શારીરિક રીતે જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સુનાવણીમાં ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમ પ્રકાશ અને પર્યટન સચિવ દિલીપ જાવલકર વર્ચ્યુઅલ રીતે હાજર થયા હતા.

આ પણ વાંચો :મિલિટ્રી સ્ટેશન પાસે જોવા મળ્યુ વધુ એક ડ્રોન, તો શું કોઇ મોટું ષડયંત્ર કરી રહ્યા છે આતંકી?

1 જુલાઇથી શરૂ થઇ રહી હત ચારધામ યાત્રા

ઉત્તરાખંડ સરકારના આદેશ મુજબ ચારધામ યાત્રા 1 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. હાઈકોર્ટે આ મામલે પહેલાથી નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું હતું કે સરકારે કોરોના મહામારી વચ્ચે ચારધામ યાત્રા મુલતવી રાખવા કે રદ કરવાનું વિચારવું જોઇએ. આ હોવા છતાં સરકારે પોતાનો નિર્ણય બદલ્યો નથી. જે બાદ કોર્ટે યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ હજી પણ તીરથ સરકાર તેનો નિર્ણય રદ કરવાના મૂડમાં નથી.

આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવવા બદલ ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરી સામે કેસ નોંધાયો

આ પણ વાંચો :દેશમાં કોરોના પહોંચ્યો સાવ તળીયે,24 કલાકમાં માત્ર 37 હજાર નવા કેસ