જમ્મુ એરફોર્સ સ્ટેશન પર રવિવારે થયેલા ડ્રોન બ્લાસ્ટ કેસની તપાસ ગૃહ મંત્રાલયે એનઆઈએને સોંપી છે. હાલ સુધી એનએસજીની ટીમો જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટના કેસની તપાસ કરી રહી છે.
આપને જણાવી દઈએ કે, જમ્મુ એરપોર્ટ સંકુલમાં સ્થિત એરફોર્સ સ્ટેશનની બહાર ડ્રોન વિસ્ફોટ થયા બાદ સતત ત્રણ દિવસમાં ડ્રોનને ત્રીજી વખત જોવામાં આવ્યું હતું. ડ્રોન સોમવારે રાત્રે જમ્મુના સુંજવાન સૈન્ય સ્ટેશન નજીક સ્પોટ કરાયો હતો.
આ પણ વાંચો :મિલિટ્રી સ્ટેશન પાસે જોવા મળ્યુ વધુ એક ડ્રોન, તો શું કોઇ મોટું ષડયંત્ર કરી રહ્યા છે આતંકી?
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા જવાનોને સોમવારે મોડી રાત્રે લગભગ ત્રણ વખત વિવિધ સ્થળોએ ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. ડ્રોનને પહેલા રતનુચક વિસ્તારમાં બપોરે 1 વાગ્યાની આસપાસ, ત્યારબાદ બપોરે 1 વાગ્યાની આસપાસ કુંજવાની અને ત્યારબાદ સવારે 4 વાગ્યાની કિંજવાની વિસ્તારની આસપાસ જોવામાં આવ્યું હતું. જોકે, ડ્રોન થોડા સમય પછી ગાયબ થઈ ગયો.
गृह मंत्रालय ने जम्मू वायु सेना स्टेशन हमले का मामला राष्ट्रीय जांच एजेंसी (एनआईए) को सौंपा।
— ANI_HindiNews (@AHindinews) June 29, 2021
જમ્મુ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય સરહદનું હવાઈ અંતર 14 કિ.મી. છે. પાકિસ્તાન સ્થિત શંકાસ્પદ આતંકવાદીઓનો દેશમાં કોઈ મહત્વની પ્રતિષ્ઠાન પર આ પ્રકારનો પહેલો ડ્રોન હુમલો છે. પંજાબના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ દિનકર ગુપ્તાએ સોમવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને રાજ્ય પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં ડ્રોન દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને લગતા પડકારોનો સામનો કરવા માટે વ્યૂહરચના બનાવવામાં આવશે.
શનિવારે મોડી રાત્રે એરફોર્સ સ્ટેશનની બહાર ડ્રોન હુમલો થયા બાદ રવિવારે રાત્રે પણ ડ્રોન કાલુચક વિસ્તારમાં ઉંચે ઉડતો જોવા મળ્યો હતો. સતત ત્રીજા દિવસે ડ્રોન જોવામાં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સજાગ થઈ ગઈ છે. સુરક્ષા એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે સોમવારે ત્રણ જુદા જુદા સ્થળોએ જોયેલા ડ્રોન સમાન હતા કે અલગ. ગૃહમંત્રાલયે ડ્રોન એટેકની તપાસ એરફોર્સ સ્ટેશનની બહાર એનઆઈએને સોંપી છે.
આ પણ વાંચો :પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, મોંઘવારી સામાન્ય માણસનું નિકાળી રહી છે તેલ
રવિવારે થયેલા આ હુમલા પાછળ લશ્કરે તોયબાનો હાથ હોવાનું સામે આવ્યું છે. આવુ જ એક ડ્રોન ગત વર્ષે જુનમાં જમ્મુના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા જવાનોએ તોડી પાડયું હતું. જે ડ્રોનને બીએસએફના જવાનોએ નિશાન બનાવ્યું હતું તે એક ખુલા મેદાનમાં જઇને પડયું હતું. ડ્રોનની તપાસ કરતા સામે આવ્યું કે આ એક સ્થાનિય એટલે કે પાકિસ્તાનમાં સ્થાનિક સ્તરે એસેંબલ કરવામાં આવેલુ હેક્સાકોપ્ટર હતું. જેમાં જે પણ વસ્તુઓનો ઉપયોગ કરાયો હતો જે સહેલાઇથી દુકાને મળી શકે છે.
સાથે જ અન્ય એક ખુલાસો એ પણ થયો છે કે 24 કિલોના આ ડ્રોનનું કંટ્રોલર ક્યૂબબ્લેક હતું, જેનું ઉત્પાદન હોંગકોંગમાં થાય છે. એમ પણ કહેવામાં આવ્યું કે ગ્રાઉંડ કંટ્રોલ સિસ્ટમ દ્વારા તેને મેન્યૂઅલી કંટ્રોલ કરવામાં આવ્યું હતું. ડ્રોન ઓપરેટરે ડેટા કાઢીને દરેક મોડ્સને ડિસેબલ કરી દીધા હતા.
ડીએફઆઇએ જણાવ્યું હતું કે સાઇટ ઓપરેશનથી લગભગ 10 કિમી દુરથી આ વિમાન ઉડયું હતું. જે આશરે 35 મિનિટ સુધી હવામાં રહ્યું હતું અને 30 કિમી સુધી જવાની ક્ષમતા પણ ધરાવે છે. રવિવારે બે ડ્રોન દ્વારા એરબેઝ પર હુમલો કરાયો એવામાં રવિવારે અને સોમવારે વધુ બે ડ્રોન રટનુચક અને કલુચનક મિલિટરી વિસ્તારમાં જોવા મળ્યા હતા. જમ્મુના ડીફેન્સ પીઆરઓ લે. કોલ દેવેન્દર આનંદે તેની જાણકારી આપી હતી. તેઓએ કહ્યું હતું કે આ બીજા બે ડ્રોન 27-28 મી તારીખની મધરાતે જોવા મળ્યા હતા. જોકે ટીમ પહેલાથી જ એલર્ટ હોવાથી આ બન્ને ડ્રોન પરત જતા રહ્યા હતા
