Abortion Scam/ પનામા હોટેલ અને ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર ગર્ભપાત રેકેટ ચલાવતી નર્સ રંગે હાથ ઝડપાઈ

અમદાવાદ જિલ્લાના સાણંદ ચોકડી નજીક પનામા હોટેલ અને ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર ગર્ભપાત રેકેટ ચાલી રહ્યું છે.

Top Stories Gujarat

Abortion Scam: પહેલાના સમયમાં  બાળકીને  દૂધપિતિ  કરવાની પ્રથા હતી જે અત્યારના સમયમાં પણ ચાલી રહી છે.  બસ તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે. પુરુષ અને સ્ત્રી જન્મ દરમાં તફાવત ફક્ત સરકાર માટે જ નહીં પરંતુ દરેક માટે એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે. કડક કાયદાઓ હોવા છતાં,હાલમાં પણ ગર્ભ પરીક્ષણ અને ગેરકાયદેસર ગર્ભપાત પણ થઈ રહ્યા છે. પોલીસે આરોગ્ય વિભાગની ટીમ સાથે મળીને અમદાવાદ જિલ્લાના બાવળામાં એક ગેસ્ટ હાઉસમાં ગર્ભપાત કૌભાંડનો પર્દાફાશ કર્યો.જી હા…

આપને જણાવી દઈએ પોલીસને માહિતી મળી હતી કે અમદાવાદ જિલ્લાના સાણંદ ચોકડી નજીક પનામા હોટેલ અને ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર ગર્ભપાત રેકેટ ચાલી રહ્યું છે. આ કારણે SOG PI સતીશ એન. રામાણીએ તેમની ટીમ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ગેસ્ટ હાઉસ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન એક રૂમમાં ત્રણ મહિલાઓ મળી આવી હતી. તેમાંથી એક નર્સ હેમલતા કલ્પેશભાઈ દરજી હતી. જ્યારે અન્ય બે મહિલાઓ વડોદરા જિલ્લાના પાદરાથી આવી હતી. એક મહિલાનો ગર્ભપાત થયો હોવાથી, ઘટનાસ્થળે મળેલા મૃત ગર્ભને પુરાવા તરીકે જપ્ત કરવામાં આવ્યો હતો. હેમલતા દરજી પાસેથી એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે બાવળા પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિલાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ગેરકાયદેસર ગર્ભપાત કરાવનારી મહિલાને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. સારવાર પૂર્ણ થયા પછી, પોલીસ મહિલા અને તેના સાળાની ધરપકડ કરશે. ચાલીસ વર્ષની હેમલતા દરજી તેના પરિવાર સાથે ધોળકામાં રહે છે. નર્સિંગનો કોર્ષ કરતી હેમલતા છેલ્લા દસથી બાર વર્ષથી અમદાવાદ જિલ્લાની વિવિધ હોસ્પિટલોના ગાયનેક વિભાગમાં કામ કરે છે. હાલમાં, હેમલતા બાવળાની બ્રિન્દા મહિલા હોસ્પિટલમાં નર્સ તરીકે 8,000 રૂપિયાના માસિક પગાર પર કામ કરતી હતી.

માહિતી અનુસાર પ્રાથમિક પૂછપરછમાં હેમલતાએ જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષથી તે હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સંબંધીઓનો સંપર્ક કરીને ગર્ભપાતનું રેકેટ ચલાવતી હતી. તે મહિનામાં બે વાર ગર્ભપાત કરાવતી હતી અને દર્દીના આધારે 10,000 થી 25,000 રૂપિયા વસૂલતી હતી. તે અગાઉ હોટેલ પનામા અને ગેસ્ટ હાઉસમાં બે થી અઢી હજાર રૂપિયામાં એક રૂમ ભાડે રાખતી હતી અને ગામની બહારથી આવતી મહિલા દર્દીઓનો ગર્ભપાત કરાવતી હતી. હેમલતા સ્થાનિક દર્દીઓના ઘરે જઈને ગર્ભપાત કરાવતી હતી.હેમલતા અને તેના મિત્રો ગર્ભ પરીક્ષણ કરતા હતા અને જન્મ પહેલાં જ તેમની પુત્રીઓની હત્યા કરતા હતા. તપાસ દરમિયાન, ગર્ભપાત કૌભાંડમાં ગર્ભ પરીક્ષણ કરનારા ડોકટરો/કર્મચારીઓની સંડોવણી પણ પ્રકાશમાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલીવાર રાજ્યમાં સૌથી વધુ સપ્તાહના ગર્ભના ગર્ભપાતને મંજુરી :13 વર્ષની સગીર રેપ પીડિતાના 33 સપ્તાહના ગર્ભનું એક્સપર્ટ ડોક્ટરની હાજરીમાં ગર્ભપાત કરાશે

આ પણ વાંચો:અમદાવાદ, જયપુર, દિલ્હી અને વૃંદાવનની હોટલોમાં ૧૩ વર્ષના વિદ્યાર્થી સાથે સૂઈ ગઈ, હવે શિક્ષિકાએ ગર્ભપાતની પરવાનગી માંગી

આ પણ વાંચો:અમદાવાદ, જયપુર, દિલ્હી અને વૃંદાવનની હોટલોમાં 13 વર્ષના વિદ્યાર્થિ સાથે સૂતી, હવે શિક્ષિકાએ ગર્ભપાતની પરવાનગી માંગી