Gujarat News: ગુજરાતમા હાલ એક સમાચાર જડપથી વાયરલ થઈ રહ્યા છે.જેમા એક 23 વર્ષની શિક્ષિકાના તેના 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી જવા વિશે હતા. જ્યારે ટ્યુશન ટીચર વિદ્યાર્થી સાથે પાછી આવી ત્યારે તે ગર્ભવતી હતી. તેને દાવો કર્યો હતો કે તેના ગર્ભમાં રહેલું બાળક તે 13 વર્ષના વિદ્યાર્થીનું હતું. હવે ટ્યુશન ટીચરે કોર્ટમાં અરજી દાખલ કરી છે કે તે પોતાનો ગર્ભપાત કરાવવા માંગે છે.
ધરપકડ બાદ, શિક્ષકનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું. તે 20 અઠવાડિયાની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું. બાળકનો પિતા કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પિતાની ઓળખ માટે બાળકના ડીએનએ નમૂના લેવામાં આવ્યા છે.
શિક્ષકના વકીલનો શું દાવો છે?
શિક્ષિકાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે ગર્ભાવસ્થા શિક્ષિકા માટે ખતરનાક બની શકે છે. એડવોકેટ વાજિદ શેખે કહ્યું કે અમે કોર્ટ પાસેથી ગર્ભપાતની પરવાનગી માંગી છે. અમને આશા છે કે કોર્ટ અમારી વાત સાંભળશે. પિતા સગીર હોવાનું કહેવાય છે, તેથી બાળકનો જીવ પણ જોખમમાં છે. નાની ઉંમરે છોકરાથી ગર્ભાવસ્થા અસામાન્ય ગણી શકાય.
પોક્સો એક્ટ હેઠળ શિક્ષકની ધરપકડ
શિક્ષકની 30 એપ્રિલે પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. POCSO એટલે ‘જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ કાયદો’. આ કાયદા બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટેનો છે.
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
25 એપ્રિલે ગુજરાત પોલીસમાં શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે તે તેના 13 વર્ષના વિદ્યાર્થી સાથે ગાયબ થઈ ગઈ હતી. બાદમાં પોલીસે તેને ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક પકડી લીધી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે શિક્ષિકા અને વિદ્યાર્થી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી અને વૃંદાવન ગયા હતા. શિક્ષિકાએ છોકરા સાથે તેના ઘરે અને અન્ય સ્થળોએ શારીરિક સંબંધો બાંધ્યા હતા. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. હવે આ મામલાની સુનાવણી કોર્ટમાં થશે. કોર્ટ શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો:ભક્તોને મળશે ‘ગોલ્ડ લોકેટ’, આ મંદિરે શરૂ કરી અનોખી યોજના
આ પણ વાંચો:બોલો હવે યુટ્યુબના સિલ્વર અને ગોલ્ડ પ્લે બટન પણ નકલી! કારીગર3500માં ઘરે બેઠા કરી આપેછે બટનની ડિલીવરી
