Rajkot News/ રાજકોટમાં 200 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો

નિષ્ણાતોના મતે એક્સપાયરી (Expired Food)થયેલા ખાદ્ય પદાર્થોના સેવનથી ફૂડ પોઇઝનિંગ, પેટના રોગો અને અન્ય આરોગ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે

Gujarat Rajkot
ફૂડ સેફ્ટી વિભાગે શહેરના લાતિ પ્લોટ વિસ્તારમાં આવેલી એક હોલસેલ દુકાન પર કાર્યવાહી દરમિયાન 200 કિલોથી વધુ એક્સપાયરી ફૂડ (Expired Food)સામગ્રીનો જથ્થો ઝડપી પાડ્યો હતો

Rajkot News : રાજકોટ (Rajkot)માં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ગંભીર બેદરકારી સામે આવી છે. મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે શહેરના લાતિ પ્લોટ વિસ્તારમાં આવેલી એક હોલસેલ દુકાન પર કાર્યવાહી દરમિયાન 200 કિલોથી વધુ એક્સપાયરી ફૂડ (Expired Food)સામગ્રીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમાં ચોકલેટ, વેફર બિસ્કિટ, પેપર બિસ્કિટ, સોફ્ટ કેન્ડી તેમજ બાળકોમાં લોકપ્રિય એવા વિવિધ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થતો હતો.

ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ તપાસ દરમિયાન એક ચોંકાવનારી બાબત પણ શોધી કાઢી હતી. બાળકોને આકર્ષવા માટે પેપ્સી જેવા પ્રવાહીને પ્લાસ્ટિકના ઈન્જેક્શન જેવા રમકડાંમાં ભરીને વેચાણ કરવામાં આવતું હતું. તપાસમાં આ પ્રોડક્ટ્સ પણ એક્સપાયરી (Expired Food)થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું હતું.

અધિકારીઓએ સ્થળ પરથી નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરી તપાસ માટે મોકલ્યા હતા. સાથે જ તમામ એક્સપાયરી થયેલા અને અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ આ ગોડાઉનમાંથી રાજકોટ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સપ્લાય કરવામાં આવતો હતો.

દુકાનના સંચાલકે સ્વીકાર્યું કે ગોડાઉનમાં રહેલો જથ્થો એક્સપાયરી થઈ ગયો હતો અને તેને વેચાણ માટે રાખવામાં આવ્યો ન હતો. જોકે, ‘નોટ ફોર સેલ’ અથવા અન્ય કોઈ ચેતવણી દર્શાવવામાં ન આવતા આ બેદરકારી ગણાય છે.

આ ઘટનાએ વાલીઓ માટે ચેતવણીરૂપ સંદેશ આપ્યો છે. બાળકો માટે ચોકલેટ, બિસ્કિટ, કેન્ડી કે ઠંડા પીણાં ખરીદતી વખતે તેની એક્સપાયરી ડેટ અને પેકિંગની વિગતો ચકાસવી અત્યંત જરૂરી છે. નિષ્ણાતોના મતે એક્સપાયરી (Expired Food)થયેલા ખાદ્ય પદાર્થોના સેવનથી ફૂડ પોઇઝનિંગ, પેટના રોગો અને અન્ય આરોગ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે.


આ પણ વાંચો : ભુજમાં આઈસક્રીમ એકમ પર ફૂડ સેફ્ટી વિભાગનો દરોડો, શંકાસ્પદ નમૂનાઓ લેબમાં મોકલાયા

આ પણ વાંચો : અમદાવાદમાં ફરી એકવાર AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 10 જાણીતી હોટલોમાં નકલી પનીર પકડાયું

આ પણ વાંચો : અમદાવાદમાં AMCનો ફૂડ સેફ્ટી ડ્રાઇવ: 495 સેમ્પલમાંથી 10 પનીર સબ-સ્ટાન્ડર્ડ