Kheda News : ખેડા (Kheda)જિલ્લાના કપડવંજ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana))ને લઈને ભ્રષ્ટાચાર (Corruption)અને ઉઘરાણીના આક્ષેપો સામે આવ્યા છે. યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂપિયા માંગવામાં આવતા હોવાના દાવા સાથે એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને સમગ્ર જિલ્લામાં ચર્ચા ગરમાઈ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana))ને લઈને ભ્રષ્ટાચાર (Corruption)અને ઉઘરાણીના આક્ષેપો
વાયરલ થઈ રહેલા આ ઓડિયોમાં એક વિસ્તરણ અધિકારી અને કથિત વચેટિયા વચ્ચે યોજનાના લાભાર્થીઓ પાસેથી નાણાં ઉઘરાવવાની બાબતે વાતચીત થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઓડિયો જાહેર થતાં સ્થાનિક સ્તરે અનેક સવાલો ઉભા થયા છે અને યોજનાની અમલીકરણ પ્રક્રિયા પર પણ ચર્ચા શરૂ થઈ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojna)હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ઘર નિર્માણ માટે સહાય આપવામાં આવે છે. આવી સ્થિતિમાં લાભાર્થીઓ પાસેથી રૂપિયા માંગવામાં આવતા હોવાના આક્ષેપો સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે, વાયરલ થયેલા ઓડિયોની સત્યતા અને તેમાં કરવામાં આવેલા દાવાઓ અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો સંબંધિત જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઓડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. ન્યૂઝ પ્લેટફોર્મ પણ વાયરલ ઓડિયોની સત્યતા અંગે કોઈ દાવો કરતું નથી. તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે.
