Gandhinagar News/ ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટ બેઠક

કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે

Gujarat Gandhinagar
રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક (Cabinet Meeting)આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાવાની છે.

Gandhinagar News : રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક (Cabinet Meeting)આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાવાની છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ સ્વર્ણિમ સંકુલમાં સવારે યોજાનારી કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. વરસાદી મોસમ દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે અને તંત્ર સજ્જ રહે તે માટે વિવિધ વિભાગોના આયોજન અંગે ચર્ચા થવાની શક્યતા છે.

આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા મુદ્દાઓ પણ બેઠકના એજન્ડામાં મહત્વનું સ્થાન ધરાવે છે. ખેડૂતોને સમયસર ખાતર અને કૃષિ સંબંધિત જરૂરી સુવિધાઓ મળી રહે તે અંગે સરકારના આયોજનની સમીક્ષા કરવામાં આવશે. ખેતી માટે જરૂરી સંસાધનોની ઉપલબ્ધતા અને વિતરણ વ્યવસ્થા અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે.

રાજ્યમાં ટૂંક સમયમાં શરૂ થનારા શાળા પ્રવેશોત્સવને લઈને પણ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. વિવિધ જિલ્લાઓમાં યોજાનારા કાર્યક્રમો માટે મંત્રીઓને જવાબદારીઓ સોંપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યના વિકાસલક્ષી કાર્યો, વહીવટી વ્યવસ્થાઓ અને જાહેરહિતના વિવિધ મુદ્દાઓ પર પણ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવશે. કેબિનેટ બેઠક (Cabinet Meeting)બાદ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર થવાની શક્યતા છે.


આ પણ વાંચો : 21 કરોડની પાણીની ટાંકી ધરાશાયી થતા કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભડક્યા

આ પણ વાંચો : કેબિનેટ બેઠકમાં વીમા ક્ષેત્ર માટે મોટા ફેરફારો, FDI 100% સુધી વધારવાનો પ્રસ્તાવ

આ પણ વાંચો : ગાંધીનગરમાં આજે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ , તહેવારી આયોજન પર થશે ચર્ચા