Not Set/ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં દરિયાઈ સુરક્ષા પર ચર્ચાની અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી આ કાર્યક્રમની વર્ચ્યુઅલ અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે, 1 ઓગસ્ટ 2021 ના ​​રોજ ભારત એક મહિના માટે સુરક્ષા પરિષદના પ્રમુખ બન્યા હતા

Top Stories India
Untitled 27 સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં દરિયાઈ સુરક્ષા પર ચર્ચાની અધ્યક્ષતા કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં દરિયાઈ સુરક્ષા પર ઉચ્ચસ્તરીય ચર્ચાની અધ્યક્ષતા કરશે. તેમજ  વિદેશ મંત્રી એસ જયશંકર 18 અને 19 ઓગસ્ટના રોજ શાંતિ જાળવણી અને આતંકવાદ વિરોધી બેઠકોની અધ્યક્ષતા કરશે. આ સાથે વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરનાર દેશના પ્રથમ વડાપ્રધાન બનશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમની વર્ચ્યુઅલ અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે, 1 ઓગસ્ટ 2021 ના ​​રોજ ભારત એક મહિના માટે સુરક્ષા પરિષદના પ્રમુખ બન્યા હતા. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી દૂત ટીએસ તિરુમૂર્તિ સોમવારે પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમોમાં સામેલ થયા હતા. 

આ પણ વાંચો : હવે આ કર્મચારીઓને પણ મળશે DA માં વધારાનો લાભ, જાણો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખપદ દરમિયાન ભારતનું ધ્યાન ત્રણ મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રિત કરાશે. આ મુદ્દાઓ દરિયાઇ સુરક્ષા, શાંતિ જાળવણી અને આતંકવાદ વિરોધી છે. ટીએસ તિરુમૂર્તિએ  જાહેરાત કરી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી તેનાથી સંબંધિત કાર્યક્રમોની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખ તરીકે ભારતનો પહેલો કાર્યકારી દિવસ સોમવારે એટલે કે 2 ઓગસ્ટ હતો. તિરુમૂર્તિ યુએન હેડક્વાર્ટરમાં મહિના માટે કાઉન્સિલના કાર્યક્રમો પર મિશ્ર પ્રેસ કોન્ફરન્સ કરશે એટલે કે કેટલાક લોકો ત્યાં હશે જ્યારે અન્ય લોકો વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાઈ શકે છે.

આ પણ વાંચો :જામનગરમાં ચેક રિટર્ન જવું યુવકને ભારે પડયું , કોર્ટે ફટકારી 6 માસની સજા