Not Set/ રાજકોટ/ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાંથી ભાજપના સભ્યોનું  વોકઆઉટ

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના સભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. આ સભ્યો દ્વારા વોકઆઉટ કરવા અંગે જણાવ્યું હતું કે, અધિકારિઓ યોગ્ય જવાબ નથી આપી રહ્યા. જો કે આજની સામાન્ય સભામાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. કોંગ્રેસે આપેલી વિપ અનુસાર અત્યારે 2 સમિતિ કબજે કરી હતી. કોંગ્રેસ મહત્વની 2 […]

Gujarat Rajkot
રાજકોટ રાજકોટ/ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાંથી ભાજપના સભ્યોનું  વોકઆઉટ

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના સભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. આ સભ્યો દ્વારા વોકઆઉટ કરવા અંગે જણાવ્યું હતું કે, અધિકારિઓ યોગ્ય જવાબ નથી આપી રહ્યા.

જો કે આજની સામાન્ય સભામાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. કોંગ્રેસે આપેલી વિપ અનુસાર અત્યારે 2 સમિતિ કબજે કરી હતી. કોંગ્રેસ મહત્વની 2 સમિતિ સહકાર સિંચાઇ અને મહિલા બાળ કલ્યાણ સમિતિ કબજે કરી હતી. અલગ અલગ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ભાજપના ટેકાવાળા 16 સભ્યો સભા છોડીને જતા રહ્યા હતા.

જિલ્લા પંચાયત કબ્જે કરવાનું ભાજપનું સપનું નાકામ રહ્યું હતું, તેમ કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા જણાવ્યું હતું.  થોડા દિવસ પહેલા કારોબારી ચેરમેન તરીકે ભાજપના કે.પી પાદરીયા ની નિમણૂક થઈ હતી. તો આજે કોંગ્રેસે મહત્વપૂર્ણ બે સમિતિ કબજે કરી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી રાજકોટ જિલ્લા પંચાયતમાં તોડ જોડની રાજનીતિ ચાલી રહી છે. જેને લઇ અને વારંવાર રાજકોટ જિલ્લા પંચાયતના સમીકરણો બદલાતાં જોવા મળે છે. ભાજપ-કોંગ્રેસની ખેંચતાણના કારણે જિલ્લાના વિકાસના અનેક કામો અટકી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.