Duplicate/ જાણીતી બ્રાન્ડનાં ડુપ્લીકેટ કપડાંનાં કરોડોનાં જથ્થો સાથે 12ની CID દ્વારા ધરપકડ

સુરતના મોટા વરાછામાં CID ક્રાઈમના દરોડા જાણીતી બ્રાન્ડના ડુપ્લીકેટ કપડાંનો જથ્થો પકડાયો 1.09 કરોડના ડુપ્લીકેટ કપડાંનો જથ્થો પકડાયો રોકડા રૂ. 11.51 લાખ સાથે 12 ભાગીદારોની ધરપકડ કોરોનાનાં કપરા કાળમાં જ્યારે લોકોની આર્થિક રીતે કમર તોટી ગયાનું કહેવામાં આવે છે અને તહેવારોનો રાજા દિવાળી પર માથે આવી ગઇ છે. ત્યારે કપડાની સૌથી વધુ ખરીદી થતી હોય […]

Gujarat Surat
dupelicate cloths જાણીતી બ્રાન્ડનાં ડુપ્લીકેટ કપડાંનાં કરોડોનાં જથ્થો સાથે 12ની CID દ્વારા ધરપકડ
  • સુરતના મોટા વરાછામાં CID ક્રાઈમના દરોડા
  • જાણીતી બ્રાન્ડના ડુપ્લીકેટ કપડાંનો જથ્થો પકડાયો
  • 1.09 કરોડના ડુપ્લીકેટ કપડાંનો જથ્થો પકડાયો
  • રોકડા રૂ. 11.51 લાખ સાથે 12 ભાગીદારોની ધરપકડ

કોરોનાનાં કપરા કાળમાં જ્યારે લોકોની આર્થિક રીતે કમર તોટી ગયાનું કહેવામાં આવે છે અને તહેવારોનો રાજા દિવાળી પર માથે આવી ગઇ છે. ત્યારે કપડાની સૌથી વધુ ખરીદી થતી હોય છે. તેમાં પણ બ્રાન્ડેડ કંપનીના કપડાં અને અન્ય વસ્તુઓ લોકો ખરીદવાની ઈચ્છા તો રાખે છે, પરંતુ ખરીદી શકતા નથી. આથી કેટલાક લોકો બ્રાન્ડેડ કંપનીના લોગો-ડિઝાઈનની પેકિંગ કરીને ડુપ્લિકેટ ટી-શર્ટ-ટ્રેક અને શર્ટ વેચતા હોય છે. ગાંધીનગર CID ક્રાઈમની ટીમે સુરતમાં રેડ કરીને 1.22 કરોડના મુદ્દામાલ સાથે 12 આરોપીઓની ધરપકડ કરી છે.

ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને માહિતી મળી હતી કે, સુરતના મોટા વરાછા તાપી આર્કેડમાં ત્રીજા માળે આવેલ ગોડાઉનમાં હિતેશ માધવ સિહોર તથા તેના 11 ભાગીદાર મળી તેલંગાણાના તીરપુર ખાતેથી એડિડાસ, રિબોક, લિવાઈઝ, સી.કે. જેવી સ્ટાન્ડર્ડ કંપનીઓ જેવા જ લોગો તથા ડિઝાઈનનું પેકિંગ ધરાવતી ડુપ્લિકેટ ટી-શર્ટ, ટ્રેક તથા શોર્ટ વગેરે મંગાવી વેચાણ કરે છે. આથી CIDએ રેઈડ કરતાં બ્રાન્ડેડ કંપનીના સિમ્બોલ સાથેનો મુદ્દામાલ ઝડપાયો હતો.

હરેશ સિંહોર અને તેમના મળતિયાઓની બાતમી મળતા જ CID ક્રાઈમ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં કપડાનો ₹ 1.9 કરોડના 132 પોટલાં ભરીને બનાવટી કાપડનો જથ્થો તથા રોકડા 11.51 લાખ તથા પેકિંગ કરવાના સાધનો, લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ મળી કુલ ₹ 1.22 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. CIDની ટીમે ગોડાઉનમાં હાજર 12 આરોપીઓને પકડી લઈને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અનેક સ્થળો પર ચાલે છે આવા ગોરખ ધંધો
ઉલ્લેખનીય છે કે, ફક્ત સુરત કે સુરતનાં મોટા વરાછા જ નહીં, પરંતુ સુરત શહેરના અન્ય સ્થળો જેવા કે ચોક, ભાગલ સહિતના વોલ સિટી વિસ્તાર ઉપરાંત રાંદેર, અડાજણ, ઉધના, સિટીલાઈટ સહિત ગુજરાતનાં અનેક શહેરનાં અનેક વિસ્તારોમાં પણ આવી જ રીતે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડાં, બુટ, બેગ સહિતનો સામાન વેચવામાં આવી રહ્યો છે.