Not Set/ જમ્મુ : સુંજવા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ૪ આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીરના સુંજવામાં આર્મી કેમ્પ પર શનિવારે આતંકવાદી હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાના દ્વારા કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીમાં ૪ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. જયારે ૨ આતંકીઓ હજુ પણ છુપાયાં હોય તેવી શક્યતા છે. કેમ્પમાં ઘૂસેલાં આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા સેનાના ઓપરેશનને ૨૯ કલાકથી […]

Top Stories
જમ્મુ : સુંજવા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ૪ આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીર,

જમ્મુ-કાશ્મીરના સુંજવામાં આર્મી કેમ્પ પર શનિવારે આતંકવાદી હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાના દ્વારા કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીમાં ૪ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. જયારે ૨ આતંકીઓ હજુ પણ છુપાયાં હોય તેવી શક્યતા છે. કેમ્પમાં ઘૂસેલાં આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા સેનાના ઓપરેશનને ૨૯ કલાકથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે સેના દ્વારા હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવમાં આવ્યું છે. સેનાએ જૈશ-એ-મોહમ્મદના ૪ આતંકીને ઠાર કર્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુના સુંજવા આર્મી કેમ્પમાંથી હજી પણ ફાયરિંગનો અવાજ આવી રહ્યો છે. તેમજ ભારતીય સેનાના કમાન્ડો ફેમીલી કવાટર્સની નજીક પહોંચી રહ્યા છે. બીજી બાજુ આર્મી  કેમ્પમાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીની નજર રાખવા માટે સેના પ્રમુખ બિપિન રાવત પણ શનિવારે રાત્રે જમ્મુ પહોચ્યા હતા. રવિવારે સવારે તેઓએ રક્ષા મંત્રીને આ હુમલા અંગે જાણકારી આપી હતી.

આ હુમલા પર પ્રતિક્રિયા આપતા ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, આ ઘટના પર વધુ કોઈ કહેવું યોગ્ય નહિ હોય કારણ કે સેના દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ હું તમને નિશ્ચિત કરું છું કે “સેનાના જવાનો પોતાની ડ્યુટી કરી રહ્યા છે, તેઓ દેશના લોકોનું મસ્તક નહિ ઝૂકવા દે”.

ભારતીય સેનાના ઓપરેશન અંગે રક્ષા મંત્રાલયના પીઆરઓએ જણાવ્યું, આર્મી કેમ્પમાં ઘુસેલાં આતંકિઓ વિરૂદ્ધ ઓપરેશન ચલાવવામાં આવી  રહ્યું છે. અત્યારસુધી ૪ આતંકીઓ માર્યા ગયા છે, જેઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલાં છે. આતંકીઓ સેનાના યુનિફોર્મ પહેરી કેમ્પમાં દાખલ થયાં હતા તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને બોમ્બ મળી આવ્યાં છે.