political crisis/ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે આપ્યું રાજીનામું,

મહારાષ્ટ્ર સંકટમાં સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થવાનો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે.

Top Stories India
Cabinet Approves Renaming

મહારાષ્ટ્ર સંકટમાં સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થવાનો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે. સીએમએ કહ્યું હતું કે કોર્ટના નિર્ણય બાદ જ તેઓ આગળની રણનીતિ બનાવવાના છે.સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે રાજીનામું આપી દીધું છે,આ સાથે વિધાન પરિષદ પણ છોડી દીધી છે.

સમાચાર હતા કે જો ચુકાદો તેમની વિરુદ્ધ આવે તો તેઓ ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું આપી દીધું છે આવી સ્થિતિમાં હવે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે, હવે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે.કોર્ટમાં સુનાવણીની વાત કરીએ તો, આ સમગ્ર મામલે શિવસેના વતી અભિષેક મનુ સિંઘવીએ પક્ષ રાખ્યો હતો, જ્યારે શિંદે જૂથ વતી નીરજ કિશન કૌલે કોર્ટમાં પોતાની દલીલ કરી હતી. સુનાવણી દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેમને આજે જ ફ્લોર ટેસ્ટ વિશે જાણકારી મળી. જ્યાં સુધી ધારાસભ્યોની ચકાસણી નહીં થાય ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ થઈ શકશે નહીં.