દેશભરમાં વાહનોની લે-વેચ અને માલિકીની ફેરબદલી ને વધુ પારદર્શક, સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે વાહનની માલિકી બદલવા તથા અન્ય રાજ્ય કે જિલ્લા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવા માટે આધાર આધારિત વેરિફિકેશન સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ૧૫ જુલાઈ ૨૦૨૬ થી આ નવો નિયમ અમલી બનાવી દેવાયો છે.
RTO ના નવા નિયમ મુજબ ઓનલાઇન અરજી કેવી રીતે થશે?
નવા નિયમો અનુસાર, વાહન માલિકીની ફેરબદલી કે NOC મેળવવા ઇચ્છુક અરજદારે પરિવહન વિભાગના અધિકૃત પોર્ટલ પર જઈને પોતાનું આધાર લિંકિંગ કરાવવું પડશે. આધાર કાર્ડમાં રહેલી વિગતો અને પોર્ટલ પર દર્શાવેલ માહિતી એકસમાન હશે તો જ માલિકી ટ્રાન્સફરની પ્રક્રિયા આગળ વધશે અને ઓનલાઇન પૂરી થશે.
વિગતો મેચ ન થાય તો શું કરવું?
જો આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલ પરની માહિતીમાં કોઈ વિસંગતતા કે ભૂલ જોવા મળશે, તો સિસ્ટમ દ્વારા વધારાના વેરિફિકેશન માટે ડ્રાઇવિંગ લાઇસન્સની વિગતો માંગવામાં આવશે.
RTO રૂબરૂ જવાની સ્થિતિ: જો વાહન રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC Book) અને ડ્રાઇવિંગ લાઇસન્સની વિગતોમાં પણ તફાવત હશે, તો અરજદારે જરૂરી આધાર પુરાવાઓ સાથે સંબંધિત RTO કચેરીની રૂબરૂ મુલાકાત લેવી પડશે.
સરકારનો મુખ્ય હેતુ:
આ નવી વેરિફિકેશન પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનોની ગેરકાયદેસર ફેરબદલી, ઓળખનો દુરુપયોગ અને બોગસ ટ્રાન્સફર જેવા ફ્રોડ અટકાવવાનો છે. આ સુધારાથી RTO ના ચક્કર કાપવામાંથી રાહત મળશે અને સાચા વાહન માલિકોનું કામ ઘેરબેઠા ઝડપથી પૂરું થશે.
આ પણ વાંચો :માર્કેટમાં આ સસ્તી કારે મચાવ્યો હોબાળો; 33km થી વધુ માઇલેજ સાથે બની દેશની No.1 સેડાન
આ પણ વાંચો :બજાજ ચેતકનો નવો ઇતિહાસ: EV માર્કેટમાં આ જૂના અને જાણીતા સ્કૂટરે મચાવી ધૂમ,બનાવ્યો મોટો રેકોર્ડ!
