Not Set/ SCએ ખાનગી સ્કૂલોને આપ્યો ૪૪૦ વોલ્ટનો ઝટકો, 2 સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ નહિ કરે તો લેવાશે પગલાં

અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં ચર્ચાઈ રહેલા એવા ખાનગી સ્કૂલોની ફી નિયમનના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. બુધવારે હાથ ઘરાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે શાળાઓને આગામી ૨ અઠવાડિયામાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા માટે જણાવ્યું છે. રાજ્યભરની કુલ ૧૬૦૦૦ માંથી ૧૮૬૩ સ્કૂલો દ્વારા પોતાની ઈત્તર ફીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી, ત્યારે કોર્ટ દ્વારા […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં ચર્ચાઈ રહેલા એવા ખાનગી સ્કૂલોની ફી નિયમનના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. બુધવારે હાથ ઘરાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે શાળાઓને આગામી ૨ અઠવાડિયામાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા માટે જણાવ્યું છે.

રાજ્યભરની કુલ ૧૬૦૦૦ માંથી ૧૮૬૩ સ્કૂલો દ્વારા પોતાની ઈત્તર ફીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી, ત્યારે કોર્ટ દ્વારા આ આંચકો અપાતા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ હવે આ સ્કૂલો દ્વારા પ્રસ્તાવ આપવામાં નહી આવે તો તેઓ વિરુધ પગલા લેવામાં આવશે.

કોર્ટ દ્વારા સ્કુલ ફી વધારવાના મુદ્દે ૨ સપ્ટેમ્બર પહેલા રાજયની તમામ સ્કુલોના સુપ્રિમ કોર્ટના અગાઉના ઓર્ડરનું પાલન કરવા તથા ગુજરાત સરકારે બહાર પાડેલા જાહેરનામા મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવા હુકમ ફરમાવ્યો છે. ત્યારે હવે અ મામલે આગામી મહિને વધુ એકવાર આ મામલે સુનાવણી હાથ ધરાશે.

સ્વિમિંગ અને ઘોડેસવારી જેવી ઈત્તર પ્રવૃત્તિ અંગે કોર્ટે કાઢી ઝાટકણી

 બુધવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્કૂલો દ્વારા લેવામાં આવતી સ્વિમિંગ અને ઘોડેસવારી જેવી ઈત્તર પ્રવૃત્તિની ફી મામલે સંચાલકોની ઝાટકણી કાઢી હતી.

કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, “સ્વિમિંગ અને ઘોડેસવારી જેવી ઈત્તર ફી જરૂરી હોઈ શકે નહિ. આ ઉપરાંત ટ્રાન્સપોટેશન ફી પણ અનિવાર્ય નથી. આ માટે ઈત્તર પ્રવૃત્તિની ફીની યાદી સરકાર દ્વારા આપવામાં આવશે જેથી સંચાલકો વાલીઓ પર દબાણ ઉભું કરી શકશે નહિ.

શીર્ષ કોર્ટે વધુમાં જણાવ્યું, “રાજ્યભરમાં કેટલીક શાળાઓ ફી રેગ્યુલેશન કમિટી (FRC)માં જોડાઈ નથી, જેથી બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. જે સ્કૂલો જોડાશે નહિ તેઓ વિરુધ કાર્યવાહી કરવામાં આવશે. સ્કુલોએ વર્ષ ૨૦૧૭-૧૮ એમ બંને વર્ષની FRCમાં મુદ્દત તેમજ એફિડેવિટ પણ આપવી પડશે.