આજ રોજ સુરત જિલ્લાના યોગી ચોક વિસ્તાર ખાતે આવેલા અનુપન બિઝનેસ હબનાં ચોથા માળેથી એક યુવાને મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. સૂત્રો દ્વારા માહીતી મળી રહી છે કે બિઝનેસમાં આર્થિક મંદીના કારણે આ યુવકે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આપઘાતના સમાચાર મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. યુવકના છલાંગ લગાવવાના કારણ અંગ પોલીસે તપાસ હાથ ધરી લીધી છે.
મૃતક યુવકનું નામ પિયુષ કનુભાઈ ધાકેચા છે. પિયુષ મૂળ ભાવનગરના વાતની હતા અને ધંધો કરવા માટે ઉદ્યોગ નગરી સુરતમાં આવ્યા હતા. સુરતના કાપોદ્રામાં વિસ્તારના કારગીલ ચોક ખાતે આવેલી રૂક્ષમણી સોસાયટીમાં પિયુષ પોતાના પરિવાર સાથે રહેતો હતો. આ યુવક યોગીચોક ખાતે આવેલા અનુપન બિઝનેસ હબમાં સાડીનો વ્યવસાય કરતો હતો.
દરમિયાન ગત 10 જુલાઈના રોજ રાત્રે પિયુષે અનુપન બિઝનેસ હબનાં ચોથા માળેથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પિયુષને પોતાના બિઝનેસમાં આર્થિક મંદી થવાના કારણે આપઘાત કર્યો છે. જો કે આ માહિતીનું પોલીસ દ્વારા માત્ર અનુમાન જ લગાવવામાં આવી રહ્યું છે. કોઈ સપષ્ટ તથ્ય નથી કે બિઝ્નેસમાં આર્થિક મંદી થવાના કારણે જ પીયૂષે ગત રાત્રે મોતની છલાંગ લગાવી હતી.
