જમ્મુ કાશ્મીર/ શ્રીનગરના બટમાલુમાં આતંકવાદીઓએ પોલીસકર્મી પર વરસાવ્યો ગોળીબાર, એકનું મોત

શહીદ થયેલા 29 વર્ષીય પોલીસકર્મીનું નામ તૌસીફ અહેમદ છે. તેને બટમાલુની એસડી કોલોનીમાં ગોળી મારી દેવામાં આવી હતી.

Top Stories India

રવિવારે સાંજે શ્રીનગરના બટમાલુ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શહીદ થયેલા 29 વર્ષીય પોલીસકર્મીનું નામ તૌસીફ અહેમદ છે. તેને બટમાલુ  ની એસડી કોલોનીમાં ગોળી મારી દેવામાં આવી હતી.

ગોળી વાગ્યા બાદ તૌસીફ અહેમદને SMHS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. SMHS હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. કંવલજીત સિંહે પોલીસકર્મીના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

આતંકી ગંભીર હાલતમાં મળી આવ્યો

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી ગંભીર રીતે ઘાયલ જોવા મળ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આતંકીની ઓળખ હરમૈન ગામના સાહિલ બશીર તરીકે થઈ છે. સ્થાનિક લોકોએ તેને તેના ગામમાં ગંભીર હાલતમાં જોયો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, “કેટલાક સ્થાનિક લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેને કેવી રીતે ગોળી વાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. તે 12 ઓક્ટોબરે આતંકવાદી રેન્કમાં જોડાયો હતો અને અમારી યાદીમાં હતો.”

હવામાન / અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન, માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના

દ્વારકા / પાક.ની ફરી નાપાક હરકત, ફિશિંગ બોટ પર કર્યું ફાયરીગ, એક માછીમારનું મોત

ગજબ છે ..! / અનોખું ગામ જ્યાં મહિલાઓના વાળ તેમની લંબાઈ કરતા વધુ લાંબા હોય છે

Technology / ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વોટ્સએપ વેબ ચાલી શકશે, આ રીતે કરો કનેક્ટ

ગજબ છે ..! / રેલવે સ્ટેશન કે એરપોર્ટ?  અહીની વિશ્વકક્ષાની સુવિધાઓ જોઈ ચોક્કસથી આંખો અંજાઈ જશે

World / ડ્રેગન બનાવી રહ્યું છે ખતરનાક જૈવિક હથિયાર, વિશ્વ માટે ઘાતક સાબિત થઇ શકે છે