Surat News: સુરત શહેરમાં નશાના કારોબાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે એક્સપ્રેસ-વે પરથી પસાર થઈ રહેલા ટ્રકમાં દરોડો પાડી અંદાજે રૂ.4.04 કરોડનો પોષ ડોડાનો (Posh Doda Seized) જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક સાથે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની અટકાયત કરી છે.
Posh Doda Seized: ચોખાની પાપડી પાછળ સંતાડ્યો હતો નશીલો જથ્થો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ટ્રકમાં ભરેલી ચોખાની પાપડીના જથ્થા પાછળ ખૂબ જ ચાલાકીપૂર્વક પોષ ડોડો સંતાડ્યો હતો, જેથી પોલીસ અથવા ચેકિંગ એજન્સીઓને શંકા ન જાય. જોકે, LCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો.

રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ
આ કાર્યવાહી દરમિયાન પોલીસે રાજસ્થાનના ટ્રક ચાલકની અટકાયત કરી છે. તેની પૂછપરછના આધારે આ નશીલો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
પોલીસે ટ્રક સહિત કુલ રૂ.4.04 કરોડનો મુદ્દામાલ કબજે કરીને આરોપી સામે NDPS Act હેઠળ ગુનો નોંધ્યો છે. હવે સમગ્ર સપ્લાય ચેઇન, મુખ્ય સૂત્રધારો અને આ નેટવર્ક સાથે સંકળાયેલા (Drug Smuggling) અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. પોલીસનું માનવું છે કે આ કાર્યવાહીથી રાજ્યમાં કાર્યરત નશાના મોટા નેટવર્ક અંગે મહત્વની માહિતી મળી શકે છે.
આ પણ વાંચો: એલસીબીએ પૂર્વ કચ્છમાં ગાંધીધામની હોટલમાંથી લાખોની પોષડોડા જપ્ત કર્યા, બેની ધરપકડ
આ પણ વાંચો: ગેરકાયદેસર રીતે પકડાયેલ માદક પદાર્થ નાર્કોટીકસ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો
આ પણ વાંચો: વાવ-થરાદમાં ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થયો
