કચ્છ/ પૂર્વ કચ્છનો ASI નીકળ્યો કરોડપતિ, આવક કરતા વધુ સંપત્તિ, ACBએ કરી લાલ આંખ

પૂર્વ કચ્છનો ASI નીકળ્યો કરોડપતિ, આવક કરતા વધુ સંપત્તિ, ACBએ કરી લાલ આંખ

Gujarat Others Trending

ભુજના સંસ્કારનગરમાં રહેતા અને રાપર ખાતે ASI તરીકે ફરજ બજાવતા પોલિસ કર્મચારી સામે આવક કરતા વધુ સંપતિ મામલે એ.સી.બી. માં ફરીયાદ નોંધાઇ છે. એ.પી.ચૌધરી, રીડર પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. ફિલ્ડ-૩ ઇન્ટે. વિંગ  અમદાવાદ એ આ મામલે ફરીયાદી બન્યા છે. પરિક્ષિતસિંહ પ્રભાતસિંહ જાડેજા, એ.એસ.આઈ, વર્ગ-૩, કે જેઓ રાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

પરિક્ષિતસિંહ પ્રભાતસિંહ જાડેજા, એ.એસ.આઈ, વર્ગ-૩  પાસેથી તા.૦૧/૦૪/૨૦૦૮ થી તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી તેમની સંપતિમાં ૭૩.૬૪% વધુ સંપતિનો હિસાબ મળી આવ્યો છે. પરિક્ષીતસિંહ સામે ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કરી અને અપ્રમાણસર મિલ્કત વસાવ્યાના આક્ષેપની અરજી સબંધે એ.સી.બી.દ્વારા અરજી તપાસ સબંધે જરૂરી રેકર્ડ, દસ્તાવેજો, કાયદેસરની મેળવેલ આવક અને કરેલ રોકાણ તથા ખર્ચની હકિકતો તપાસતા, સમયગાળાની ફરજ દરમ્યાન આક્ષેપિતે પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.૧,૨૨,૯૮,૩૩૭/- એટલે કે ૭૩.૬૪ % જેટલી રકમનું વધુ રોકાણ/ખર્ચ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલીત થયુ હતુ.

કોરોના / રાજ્યમાં ફરી એકવાર બેકાબુ બનતો કોરોના, આજે નોધાયા 581 નવા કેસ

આરોપીએ ચેક પીરીયડના સમયગાળામાં કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી, ઇરાદા પુર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા વિવિધ ગે.કા.ની રીત રસમો અપનાવી નાણાં મેળવી, નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે જંગમ મિલ્કતમાં રોકાણ/ખર્ચ કરી, ભ્રષ્ટાચાર કર્યાનુ ફલીત થતા અધિનિયમ ૧૯૮૮ (સધારો-૨૦૧૮) ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(ર) મુજબનો ગુન્હો નોંધવામા આવ્યો છે. પી.કે.પટેલ, ઇ.ચા.પોલીસ ઈન્સપેકટર,કચ્છ(પૂર્વ) એ.સી.બી. પોલીસ સ્ટેશન ગાંધીધામ પરિક્ષીતસિંહ સામે ગુન્હો નોંધ્યો છે. અને તેની તપાસ એમ.જે. ચૌધરી,પોલીસ ઈન્સપેકટર,કચ્છ(પશ્વિમ) એ.સી.બી., ભુજ એ કરી હતી.

હુંકાર / મમતાએ કહ્યું- હું પણ ચંડી પાઠ કરું છું, ચૂંટણી પછી જોઇશ કે જીભમાં કેટલું જોર છે